(પ્રતિકાત્મક ફોટો)
બોટાદઃ પોલીસે એક મહિલા વિરુદ્ધ તેના પતિને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ગુનો નોંધ્યો છે. મહિલાના પતિએ આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો મુક્યો હતો, જેમાં તેણે તેના પરિવારને ઉદ્દેશીને કહ્યું છે કે તેના મોત માટે પત્નીને પાઠ ભણાવજો, પોલીસે શનિવારે આ જાણકારી આપી હતી.
પોલીસના જણાવ્યાં મુજબ સુરેશ સથડિયા (ઉ.વ-39) 30 ડિસેમ્બરે બોટાદ જિલ્લાના ઝમરાળા ગામમાં તેમના ઘરમાં લટકતી હાલતમાં મળી આવ્યાં હતા. બોટાદ ગ્રામ્ય પોલીસને મોબાઈલ ફોન પર એક વીડિયો રેકોર્ડિંગ મળ્યું હતું જેમાં પોતાના મોત માટે પત્નીને જવાબદાર ગણાવી હતી.
સથડીયાના પિતાની ફરિયાદને આધારે શુક્રવારે મૃતકની પત્ની જયાબેન સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. ફરિયાદીએ એવો આક્ષેપ કર્યો છે કે તેમની પુત્રવધૂ તેમના પુત્ર સાથે વારંવાર ઝઘડો કરીને તેના માતા-પિતાના ઘરે જઈને માનસિક ત્રાસ આપતી હતી.
સથડીયા તેની પત્નીને ઘરે પરત આવવા માટે સમજાવવા સાસરે ગયા હતા.પરંતુ જ્યારે તેને ઇનકાર કર્યો, ત્યારે તે ઘરે પાછા ગયા અને વીડિયો રેકોર્ડ કર્યા પછી આપઘાત કરી લીધો હતો. પોલીસે જણાવ્યું કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) હેઠળ મહિલા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં આ કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/