કચ્છઃ ભૂજમાં એક યુવતી બોરવેલમાં પડી જવાનો કિસ્સો સામે આવ્યો છે. કંદેરાઈ ગામમાં યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઇ છે. માહિતી મળ્યાં બાદ ભૂજ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી શરૂ કરી હતી. એસડીએમ સહિત પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. સાથે જ ગાંધીનગરથી NDRFની ટીમ આવવાની માહિતી મળી રહી છે, જે થોડા સમયમાં પહોંચી જશે.
બોરવેલમાંથી અવાજ અડધો કલાક ચાલ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત સવારે 6 વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. બોરવેલની અંદર પડી ગયેલી યુવતીની હાલત વિશે હજુ સુધી વધુ માહિતી ઉપલબ્ધ નથી. યુવતીની ઓળખ ઈન્દિરાબેન કાનજી મીના તરીકે થઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે સવારે લગભગ 6 વાગ્યે પરિવારના સભ્યોએ નજીકના બોરવેલમાંથી અવાજ સાંભળ્યો હતો. આ પછી જ્યારે પરિવારના સભ્યો બોરવેલ પાસે પહોંચ્યા તો તેમણે જોયું કે બોરવેલમાંથી જ અવાજ આવી રહ્યો હતો. લગભગ અડધો કલાક સુધી બચાવો...બચાવોનો અવાજ આવતો હતો અને થોડીવાર પછી અવાજ બંધ થઈ ગયો હતો.
ઓક્સિજન સપોર્ટ આપવામાં આવી રહ્યો છે
પરિવારના સભ્યોએ આ અંગે પોલીસ અને પ્રશાસનને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ વહીવટીતંત્ર, પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. યુવતીને બચાવવાનું કામ ચાલુ છે. યુવતીને બોરવેલની અંદર ઓક્સિજન સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. જેમ જેમ આગળનું કામ થશે તેમ તરત જ તેની જાણ કરવામાં આવશે. કેમેરામાં યુવતી દેખાઈ રહી છે, પરંતુ બચાવ કાર્ય હજુ ચાલુ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/