સગા ભાણેજે મામા સામે ગંભીર આક્ષેપ કર્યા
પોલીસ ધારાસભ્યના ઈશારે કામ કરી રહી હોવાનું જણાવ્યું
રાજકોટઃ ભાજપ ધારાસભ્ય રમેશ ટીલાળા સામે તેમના જ પરીવારના સભ્યોએ રોષ દર્શાવ્યો છે. રૂપિયા 200 કરોડની જમીન રાજકોટ ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળા અને તેના મોટાભાઈ મગનભાઈ સહિતનાઓ હડપ કરવા માગતા હોવાનો આક્ષેપ તેમના જ બહેન દયાબેન ઉંધાડે કર્યો છે. શાપર પોલીસે પોતાને કોઈ પણ ગુના વગર કલાકો સુધી બેસાડી રાખ્યાનો પણ આક્ષેપ કર્યો છે.
ધારાસભ્ય ટીલાળાના ભાણેજ ચેતનભાઈ ઉંધાડે જણાવ્યું કે શાપરમાં આશરે 200 કરોડ રૂપિયાની વડીલોપાર્જીત જમીન છે. જે જમીન અંગે કોર્ટમાં કેસ ચાલે છે. આ જમીન હડપ કરવા તેના મામા રમેશભાઈ ટીલાળા, મોટા મામા મગનભાઈ અને તેનો પુત્ર પ્રકાશ સહિતના લોકો પ્રયાસ કરી રહ્યાં છે. એટલું જ નહીં આ માટે તેની માતા દયાબેન અને માસી કિરણબેન સુદાણીની ખોટી સહિઓ પણ કરાવી દીધી હોવાના આક્ષેપ કર્યા છે.
દયાબેન તે જમીન પર શાપર ગયા હતા ત્યારે તેના મોટા મામા મગનભાઈ પણ ત્યાં પહોંચી ગયા હતા. જેણે તેની માતાને ગાળો દઈ કહ્યું હતું કે તમારી જગ્યા નથી, ભીખ માંગવી હોય તો રોડ પર જતા રહો, તમે આ જમીનમાંથી નીકળી જાવ, અહીં ભીખ મળશે નહીં. ત્યાર પછી શાપર પોલીસને જાણ કરી હતી. જેથી તેનો સ્ટાફ આવી તેની માતા દયાબેનને પોલીસ સ્ટેશને લઈ ગયો હતો. જયાં સવારે 10.30 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી કોઈ પણ ગુના વગર બેસાડી રાખ્યાં હતા. શાપર પોલીસ સ્ટેશનમાં તેમને એવી ધમકી પણ આવી કે તમારે સહીઓ કરવી જ પડશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/