+

ન્યૂયોર્ક નાઈટ ક્લબમાં ટ્રક હુમલાના 24 કલાકમાં જ સામૂહિક ગોળીબાર, 11 લોકોને ગોળી મારી

ન્યૂયોર્કઃ અમેરિકા પર ફરી એકવાર હુમલો થયો છે. ન્યૂયોર્કની એક નાઈટ ક્લબમાં સામૂહિક ગોળીબારનો મામલો સામે આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 11 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના ન્યૂયોર્કના ક્વીન્સ શ

ન્યૂયોર્કઃ અમેરિકા પર ફરી એકવાર હુમલો થયો છે. ન્યૂયોર્કની એક નાઈટ ક્લબમાં સામૂહિક ગોળીબારનો મામલો સામે આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 11 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

આ ઘટના ન્યૂયોર્કના ક્વીન્સ શહેરમાં અમાચુરી નાઈટ ક્લબમાં બની હતી. ન્યૂ ઓર્લિયન્સમાં એક ઝડપી ટ્રકે લોકોને કચડી નાખ્યા હતા, 15 ઘાયલ થયા છે. થોડા કલાકો પછી લાસ વેગાસમાં ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલની બહાર ટેસ્લાના સાયબરટ્રકમાં બ્લાસ્ટ થયો છે. આ ઘટનાઓના 24 કલાકમાં આ ત્રીજી ઘટના બની છે.

આ ઘટના બાદ ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટના અનેક યુનિટો ઘટના સ્થળે પહોંચ્યાં અને તપાસ શરૂ કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ આ ઘટનાના વીડિયોમાં નાઈટ ક્લબની બહાર મોટી સંખ્યામાં પોલીસ અને એમ્બ્યુલન્સ જોઈ શકાય છે.

અત્યાર સુધી ન્યૂયોર્ક પોલીસ વિભાગે આ સંબંધમાં કોઈ માહિતી શેર કરી નથી. આ નાઇટ ક્લબને શહેરના સૌથી વધુ ઉર્જાવાળા નાઇટ સ્પોટ ગણવામાં આવે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter