તમે પણ અહીં ચોક્કસ જજો, દ્વારકામાં બનેલા સુદર્શન સેતુનો નજારો અદ્ભભૂત છે

11:49 AM Feb 25, 2024 | gujaratpost

દ્વારકાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકામાં ભારતના સૌથી લાંબા કેબલ બ્રિજનું ઉદ્ઘઘાટન કર્યું છે. ઓખા અને બેટ દ્વારકા ટાપુઓને જોડતોા 'સુદર્શન સેતુ' રૂ. 979 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. મોદીએ ઓક્ટોબર 2017માં 2.3 કિમી લાંબા બ્રિજનો શિલાન્યાસ કરતી વખતે કહ્યું હતું કે તે જૂના અને નવા દ્વારકા વચ્ચે કડીનું કામ કરશે. હવે આ પુલ તૈયાર છે, આજે લોકો માટે ખુલ્લો મુકાયો છે. આ પુલના એરિયલ વ્યુમાંથી જે નજારો દેખાય છે, તે એકદમ અદભૂત છે. આ કોઈ હોલિવૂડ ફિલ્મના સીન જેવું લાગે છે.

બંને બાજુ ભગવાન કૃષ્ણના શ્લોક અને તસ્વીરો

ચાર-માર્ગીય 27.20 મીટર પહોળા પુલની બંને બાજુએ 2.50 મીટર પહોળી ફૂટપાથ છે, સુદર્શન સેતુ એક અનન્ય ડિઝાઇન ધરાવે છે, જેમાં ભગવદ ગીતાના શ્લોકો અને બંને બાજુ ભગવાન કૃષ્ણની તસ્વીરોથી સુશોભિત ફૂટપાથ છે. જે પુલ સિગ્નેચર બ્રિજ તરીકે ઓળખાતો હતો તેનું નામ બદલીને 'સુદર્શન સેતુ' અથવા સુદર્શન બ્રિજ રાખવામાં આવ્યું છે.

હવે આ 2.3 કિલોમીટર લાંબા સુદર્શન બ્રિજથી બેટ-દ્વારકા પહોંચવું સરળ બનશે.તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તે કૃષ્ણની ભક્તિના વાહક તરીકે પણ જોવામાં આવશે. ખાસ વાત એ છે કે પુલના તોરણ કૃષ્ણની મૂર્તિના આકારમાં છે. તેના પરના મોર પીંછ લાખો ભક્તોને આકર્ષિત કરશે. ગીતાનો ભાવાર્થ પુલના માર્ગ પર લખાયેલો છે.અહીં ભગવાન વિષ્ણુના સાત નામો પણ લખવામાં આવ્યાં છે.

દ્વારકા શહેરથી લગભગ 30 કિ.મી દૂર છે

બેટ દ્વારકા એ ઓખા બંદર પાસે એક ટાપુ છે, જે દ્વારકા શહેરથી લગભગ 30 કિ.મી દૂર છે. અહીં ભગવાન કૃષ્ણનું પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર આવેલું છે, જ્યારે વર્ષે લાખો ભક્તો દર્શનાર્થે આવે છે.

 

 

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post