મધ્યપ્રદેશઃ ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. બુધવારે મોડી રાત્રે બે વાહનો વચ્ચે ચક્કર થતા 8 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત અંગે મધ્યપ્રદેશ પોલીસે જણાવ્યું કે ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર ઘાટબિલ્લાદ પાસે એક જીપ અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. અકસ્માતમાં 8 લોકોનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે.
ઈન્દોર-અમદાવાદ રોડ પર બેટમા પાસે આ કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં MP 43 BD 1005 નંબરની કાર રોડ પર ઉભેલા ડમ્પર સાથે અથડાઈ હતી. ઘટના સ્થળે રેતી પથરાયેલી હોવાથી ડમ્પરમાં રેતી ભરેલી હોવાની આશંકા છે. આ અકસ્માતમાં કારમાં સવાર 8 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વૃદ્ધ ઘાયલ છે જેમનું નામ ભોગોન દલસિંગ છે.
આ લોકો બાગ ટાંડાથી ગુના જઈ રહ્યાં હતા, ત્યારબાદ આ અકસ્માતનો શિકાર બન્યાં હતા. ઘટના બાદ કાર જે વાહન સાથે અથડાઈ હતી તેનો ચાલક ફરાર થઈ ગયો હતો. મૃતકમાંથી એક કમલેશ પાસેથી પોલીસ કાર્ડ પણ મળી આવ્યું છે.જેમાં શિવપુરીમાં પોસ્ટિંગનો મામલો સામે આવ્યો છે. 8 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં છે. હાલ પોલીસે આ અંગે તપાસ કરી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/