કેવડિયાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ અંતર્ગત તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર કેવડિયા સ્થિત સ્ટેચ્યૂં ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
વડાપ્રધાન મોદી સવારે લગભગ 7.15 વાગ્યે સ્ટેચ્યૂં ઓફ યુનિટી પહોંચ્યાં હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ સરદાર પટેલના યોગદાનને યાદ કરીને લોકોને શપથ લેવડાવ્યાં હતા. તેમણે કહ્યું કે આપણે દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય સમર્પણ જાળવી રાખવું જોઈએ. આ સાથે મોદીએ લોકોને દેશની આંતરિક સુરક્ષામાં યોગદાન સુનિશ્ચિત કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.
એકતા દિવસના અવસરે શપથ લેવડાવતા મોદીએ કહ્યું કે હું પ્રતિજ્ઞા સાથે કહું છું કે હું રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે સમર્પિત કરીશ અને આ સંદેશને મારા દેશવાસીઓમાં ફેલાવવાનો પણ પૂરો પ્રયાસ કરીશ.
#WATCH | Prime Minister Narendra Modi administered the Unity oath, on the birth anniversary of Sardar Vallabhbhai Patel, in Kevadia, Gujarat.
— ANI (@ANI) October 31, 2024
(Source: DD News) pic.twitter.com/bDV5JBlNSk
હું મારા દેશની એકતાની ભાવનાથી આ શપથ લઈ રહ્યો છું, જે સરદાર વલ્લભભાઈ પટેલના વિઝન અને કાર્યોથી શક્ય બન્યું છે. હું મારા દેશની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે મારા ભાગનું યોગદાન આપવા માટે પણ પ્રતિજ્ઞા કરું છું. કાર્યક્રમમાં વડાપ્રધાને સરદાર પટેલની દૂરંદેશી અને નેતૃત્વના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. નાગરિકોને તેમના આદર્શોને અનુસરવાની પ્રેરણા આપી હતી.
શપથગ્રહણ બાદ યુનિટી ડે પરેડનો પ્રારંભ થયો હતો. પરેડમાં 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશના પોલીસ કર્મચારીઓ, 4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની ટુકડીઓ, NCC કેડેટ્સ અને માર્ચિંગ બેન્ડ સાથે 16 માર્ચિંગ ટુકડીઓ સામેલ છે.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi witnesses 'Rashtriya Ekta Diwas' parade on the birth anniversary of Sardar Vallabhbhai Patel, in Kevadia. pic.twitter.com/W76KDlXoWz
— ANI (@ANI) October 31, 2024
આ પરેડના આકર્ષણને વધારવા માટે, NSGની હેલ માર્ચ ટુકડી, BSF અને CRPFના પુરુષ અને સ્ત્રી બાઇકર્સની રેલી, BSF જવાનો દ્વારા માર્શલ આર્ટનું પ્રદર્શન, શાળાના બાળકોનો પાઇપ બેન્ડ શો અને ભારતીય વાયુસેનાના સૂર્ય કિરણ ફ્લાયપાસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરદાર પટેલની મહેનત અને સમર્પણની પ્રશંસા કરવામાં આવી હતી.
પીએમ મોદી બુધવારે ગુજરાત પહોંચ્યા હતા, જ્યાં તેમણે એકતા નગરમાં રૂ. 280 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/