+

SGST વિભાગે રૂ.128 કરોડનું બોગસ બિલિંગ ઝડપી પાડ્યું, રૂ.23 કરોડ જેટલી રકમ પિતા-પુત્ર સહિતના શખ્સોએ ચાઉં કરી નાખી

અમદાવાદઃ સ્ટેટ જીએસટી વિભાગે મોટી કાર્યવાહી કરીને 128 કરોડ રૂપિયાનું મસમોટું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું છે, આરોપીઓએ 23 કરોડ રૂપિયાની બોગસ આઇટીસી લઇને સરકારી તિજોરીને ફટકો મારી દીધો છે. આ

અમદાવાદઃ સ્ટેટ જીએસટી વિભાગે મોટી કાર્યવાહી કરીને 128 કરોડ રૂપિયાનું મસમોટું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું છે, આરોપીઓએ 23 કરોડ રૂપિયાની બોગસ આઇટીસી લઇને સરકારી તિજોરીને ફટકો મારી દીધો છે.

આ કૌભાંડમાં બે શખ્સોની ધરપકડ કરાઇ છે, માંડોવરા ટ્રેડિંગ સહિત 22 જેટલી બોગસ પેઢીઓ મળી આવી છે, જેમાં કરોડો રૂપિયાના વ્યવહારો થયા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર ખાતે જીએસટીની જુદી જુદી ટીમો દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને અહીંથી બ્રાસ અને કોપરના સ્ક્રેપના ખોટા બિલો મળી આવ્યાં હતા.

જામનગરમાં માંડોવરા ટ્રેડિંગ કંપનીના માલિક સુરેશચંદ્ર મૂળચંદ શાહ અને આયુષ સુરેશચંદ્ર શાહ એવા પિતા પુત્રની ધરપકડ કરાઇ છે. જેમની સાથે અનેક શહેરોની કંપનીઓ પણ જોડાયેલી છે. આ કેસમાં કોઇ પણ પ્રકારનો ધંધો કર્યાં વગર જ આ કંપનીઓ માત્ર કાગળ પર જ હતી અને કરોડો રૂપિયાના વ્યવહારો મળી આવ્યાં હતા. હાલમાં પિતા-પુત્ર સિવાય આ કૌભાંડમાં અન્ય કયા શખ્સો જોડાયેલા છે તેની તપાસ કરવી પણ જરૂરી છે.

facebook twitter