+

AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી, પત્ની શંકુતલા સહિત 9 લોકોને 7 વર્ષની જેલની સજાનો આદેશ

નર્મદા: આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્નીને ફોરેસ્ટના કર્મચારી પર હુમલાના કેસમાં રાજપીપળા સેસન્સ કોર્ટે દોષિત જાહેર કરીને 7 વર્ષની સજા સાંભળાવી છે. ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા

નર્મદા: આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્નીને ફોરેસ્ટના કર્મચારી પર હુમલાના કેસમાં રાજપીપળા સેસન્સ કોર્ટે દોષિત જાહેર કરીને 7 વર્ષની સજા સાંભળાવી છે.

ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા કરવામાં આવી છે. ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા સહિત 9 લોકોને રાજપીપળા સેસન્સ કોર્ટે 7 વર્ષની જેલની સજા ફટકારી છે.

આ તમામ આરોપીને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા અને 96 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત 50 હજાર અલગથી દંડ ફટકારવામાં આવ્યો છે.  

સમગ્ર મામલો શું છે ?

નવેમ્બર 2023માં ડેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન પર ખેતી કરવા મામલે વનકર્મીઓ પર હુમલો, તેમને માર મારવો અને હવામાં ફાયરિંગ કરવાના આરોપમાં તેમની સામે ગુનો નોંધાયો હતો. આ કેસમાં ધરપકડ ટાળવા તેઓ એક મહિના સુધી ફરાર રહ્યાં હતા અને ત્યાર બાદ જાન્યુઆરી 2024માં તેમણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતુ. આ કેસની સુનાવણી બાદ સેશન્સ કોર્ટે ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 લોકોને દોષિત જાહેર કરીને સજા સંભળાવી છે.

ચૈતર વસાવા ગુજરાતમાં AAP ના કાર્યકારી પ્રમુખ પણ છે. 2022 ની વિધાનસભા ચૂંટણીમાં ડેડિયાપાડા બેઠક જીત્યા પછી તેઓ પ્રસિદ્ધિ પામ્યા હતા. તેમની જીતથી AAP ને દક્ષિણ ગુજરાતના આદિવાસી પ્રદેશમાં મજબૂત પગપેસારો મળ્યો. વસાવાએ પોતાને આદિવાસી જમીન અધિકારોની હિમાયત કરતા એક અગ્રણી નેતા તરીકે સ્થાપિત કર્યા હતા. જોકે, તાજેતરના કોર્ટના ચુકાદાએ હવે તેમનો રાજકીય માર્ગ જટિલ બનાવી દીધો છે. અત્યાર સુધ, આ ચુકાદા અંગે AAP તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.

facebook twitter