EVM ને લઇને એલોન મસ્કનો ઘટસ્ફોટ, કહ્યું તે હેક કરી શકાય છે, ચૂંટણીઓ આવી રીતે ન થવી જોઇએ

10:41 AM Oct 21, 2024 | gujaratpost

અમેરિકાઃ થોડા થોડા સમયે EVM ને લઇને સવાલો ઉભા થતા રહે છે, ખાસ કરીને ભારતમાં થતી ચૂંટણીઓને લઇને વિપક્ષ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓએ EVM સામે અનેક વખત સવાલ ઉઠાવ્યાં છે, હવે ટેસ્લા જેવી કંપનીઓ સંભાળી રહેલા દુનિયાના ધનિક વ્યક્તિ એલન મસ્કે EVM ને લઇને મોટો ઘટસ્ફોટ કર્યો છે.

એલન મસ્કે કહ્યું કે EVM હેક કરી શકાય છે. જેથી EVM નો ચૂંટણીઓમાં ઉપયોગ બંધ થવો જોઇએ. ભારતમાં હાલમાં જ હરિયાણા વિધાનસભાની ચૂંટણી બાદ EVM સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે. ખાસ કરીને ભાજપ EVM માં ગોટાળા કરે છે તેવા વિપક્ષે અનેક વખત આક્ષેપ કર્યાં છે.

હવે એલન મસ્કના નિવેદન બાદ ભાજતમાં વિપક્ષો મોદી સરકાર સામે ફરીથી બાંયો ચઢાવશે, અગાઉ રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓએ પણ EVM થી ચૂંટણી સામે સવાલ ઉઠાવ્યાં હતા.

એલન મસ્કે કહ્યું છે કે EVM ની જગ્યાએ ચૂંટણીઓમાં બેલેટ પેપરનો ઉપયોગ થવો જોઇએ. EVM કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ સાથે જોડાયેલું છે, તેથી તે હેક થઇ શકે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++