Gujarat Post Fact Check News: દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આ દરમિયાન અનેક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણા ફેક વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે વરસાદ દરમિયાન આવું થયું હોવાનું કહીને વાયરલ કરવામાં આવી રહ્યો છે. જો કે, અમારા ફેક્ટ ચેકમાં દાવો સંપૂર્ણપણે ખોટો સાબિત થયો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોમાં કેટલાક લોકો ટ્રેનની અંદર જોવા મળે છે. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે ટ્રેનની છત લીક થઈ રહી છે અને લોકો અંદર છત્રી લઈને ઉભા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે મોદી સરકારમાં પેપર લીકની જેમ ટ્રેનો લીક થઈ રહી છે. આ સાથે વાયરલ વીડિયોના કેપ્શનમાં એવું પણ લખવામાં આવ્યું છે કે 'મોદી હૈ તો મુમકીન હૈ.' પેપર લીકની જેમ ટ્રેનની છત પણ લીક થઈ રહી છે, જેમાં વરસાદની મજા માણી શકાય છે.
અમારા ફેક્ટ ચેક દરમિયાન ભારતીય રેલવેનું એક ટ્વિટ જોવો મળ્યું, જેમાં આ જ વીડિયો બતાવવામાં આવ્યો હતો. એક ટ્વિટ દ્વારા રેલવે દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વીડિયો ઘણો જૂનો છે, જે ખોટી રીતે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો આ વરસાદનો નથી. ખોટા દાવા સાથે ઘણા જૂના વીડિયો શેર કરવામાં આવી રહ્યાં છે. તેથી લોકોને એવી કોઈપણ પોસ્ટથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/