જમ્મુ-કાશ્મીરઃ એક તરફ પાકિસ્તાન ભારત પર હુમલા કરી રહ્યું છે અને બીજી તરફ આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરીના પ્રયાસમાં હતા, પરંતુ બીએસએફે 7 આતંકવાદીઓને ઠાર કરી નાખ્યાં છે.
જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓને સેનાએ ઠાર કરી નાખ્યાં છે. આ આતંકીઓ પાકિસ્તાનથી ભારતમાં કોઇ મોટા હુમલાની ફિરાકમાં હતા અને તેઓ ઘૂસણખોરી કરી રહ્યાં હતા, ત્યારે જ સેનાએ તેમને ઠાર કરી નાખ્યાં હતા, નોંધનિય છે કે પીઓકેમાં ભારતીય સેનાએ 100 જેટલા આતંકવાદીઓને ઠાર કર્યાંનો દાવો છે, એર સ્ટ્રાઇક પછી આતંકીઓ અને પાકિસ્તાન ભારત સામે બદલો લેવા ષડયંત્રો કરી રહ્યાં છે.