+

ઈમરજન્સી જેવી સ્થિતિ માટે તૈયાર રહેવા ગૃહ મંત્રાલયે રાજ્યોને પત્ર લખ્યો- Gujarat Post

ભારત પાકિસ્તાન વચ્ચે સ્થિતિ વણસી રહી છે પાકિસ્તાન બોર્ડર વિસ્તારને નિશાન બનાવી રહ્યું છે નવી દિલ્હીઃ પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારત સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. આજે વહેલી સ

ભારત પાકિસ્તાન વચ્ચે સ્થિતિ વણસી રહી છે

પાકિસ્તાન બોર્ડર વિસ્તારને નિશાન બનાવી રહ્યું છે

નવી દિલ્હીઃ પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારત સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. આજે વહેલી સવારે ભારતીય સેનાએ પાકિસ્તાનના અનેક ડ્રોન અને મિસાઇલ્સ તોડી પાડી હતી. એલઓસી પર સતત ફાયરિંગ થઈ રહ્યું છે, જેનો ભારતીય સેના યોગ્ય જવાબ આપી રહી છે. દરમિયાન, યુદ્ધ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખ્યો છે.

ANI અનુસાર, પત્રમાં ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પ્રશાસકોને દરેક સ્થિતિ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને જિલ્લા વહીવટીતંત્રને નાગરિક સંરક્ષણ નિયમો હેઠળ કટોકટીની સત્તાઓનો ઉપયોગ કરવા જણાવ્યું છે. યુદ્ધ દરમિયાન જીવનજરૂરી વસ્તુઓ ખરીદીને સ્ટોક રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. જરૂરિયાત સમયે આ વસ્તુ દરેકને ઉપલબ્ધ કરાવી શકાય તેથી આમ કરવામાં આવ્યું છે.

બુધવાર અને ગુરુવારની રાત્રે પાકિસ્તાને મિસાઈલ્સ, ડ્રોન અને ફાઈટર જેટથી ભારતના ઘણા શહેરોને નિશાન બનાવ્યાં હતા, પરંતુ ભારતીય સેનાએ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યાં હતા. ભારતીય સેનાએ હવામાં જ ત્રણ પાકિસ્તાની ફાઇટર જેટ, ડઝનબંધ મિસાઇલો અને ડ્રોનનો નાશ કર્યો હતો. આ પછી ભારતીય સેનાએ પાકિસ્તાની શહેરોમાં પણ તબાહી મચાવી હતી.

 

facebook twitter