નવી દિલ્હીઃ બે પરમાણું દેશો વચ્ચે યુદ્ધની શરૂઆત થઇ ગઇ છે, પાકિસ્તાને ભારતના અનેક ઠેકાણાંઓને નિશાન બનાવીને હુમલા કર્યાં છે, જો કે મોટા ભાગના હુમલા નિષ્ફળ બનાવી દેવામાં આવ્યાં છે, સામે ભારતીય એરફોર્સ પણ પાકિસ્તાનના અનેક શહેરોમાં ત્રાટક્યું છે, ઇસ્લામાબાદ, કરાંચી, લાહોર અને સિયાલકોટમાં મોટા ડ્રોન અને મિસાઇલ હુમલા કરી દેવામાં આવ્યાં છે. સાથે જ પાકના ત્રણ ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યાં છે.
વિેદેશ મંત્રી એસ.જયશંકરે યુરોપિયન યુનિયન સાથે વાત કરીને યુદ્ધની જાણકારી આપી છે, સાથે જ કહ્યું છે કે ભારત કોઇ પણ સ્થિતીનો જવાબ આપવા તૈયાર છે, ગૃહમત્રી અમિત શાહે સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી છે, પીએમ મોદી તમામ સ્થિતી પર નજર રાખી રહ્યાં છે.