+

ઈરાન યુદ્ધઃ અમેરિકાનો ઈરાની ડ્રોન કેરિયર અને મિસાઈલ લઈ જતા ટ્રકોને તબાહ કર્યાનો દાવો

(Photo: AFP) તેહરાન: મિડલ ઈસ્ટમાં ફાટી નીકળેલું યુદ્ધ આજે સાતમા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ સંઘર્ષની શરૂઆત 28 ફેબ્રુઆરી 2026 ના રોજ અમેરિકા અને

(Photo: AFP)

તેહરાન: મિડલ ઈસ્ટમાં ફાટી નીકળેલું યુદ્ધ આજે સાતમા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ સંઘર્ષની શરૂઆત 28 ફેબ્રુઆરી 2026 ના રોજ અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલાથી થઈ હતી, જેમાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું હતું. ત્યારથી અત્યાર સુધી સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. અમેરિકાએ સમુદ્રમાં ઈરાની ડ્રોન કેરિયર અને મિસાઈલ લઈ જતા ટ્રકોને તબાહ કર્યા છે. બીજી તરફ, ઈઝરાયેલે તેહરાનમાં IRGC ના કોમ્યુનિકેશન સેન્ટર પર હુમલો કરી તેને નેસ્તનાબૂદ કર્યું છે.

ઈરાનમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 1,250 ને વટાવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકી હુમલામાં ઈરાનમાં 150 અને ગલ્ફ દેશોમાં 50 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે. અમેરિકી સૈનિકોના પણ મોત થયા છે. વૈશ્વિક બજારમાં તેલની કિંમતો પ્રતિ બેરલ 150 ડોલરને પાર કરી ગઈ છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ (જ્યાંથી વિશ્વનું 20 તેલ પસાર થાય છે) બંધ કરવાની જાહેરાત કરી છે. બ્રિગેડિયર જનરલ સરદાર ઈબ્રાહિમ જબારીએ ચીમકી આપી છે કે જો કોઈ જહાજ પસાર થશે તો તેને સળગાવી દેવામાં આવશે.

IRGC એ કતાર, કુવૈત અને બહેરીનમાં અમેરિકી સૈન્ય મથકો પર બેલેસ્ટિક મિસાઈલો છોડી છે. દુબઈ, અબુ ધાબી (UAE), સાઉદી અરેબિયા અને ઓમાન પર પણ ડ્રોન હુમલા થયા છે.

અમેરિકાએ દરિયામાં ઈરાની ડ્રોન કેરિયર અને મિસાઈલ લઈ જતા ટ્રકોને તબાહ કર્યા છે. બીજી તરફ, ઈઝરાયેલે તેહરાનમાં IRGC ના કોમ્યુનિકેશન સેન્ટર પર હુમલો કરી તેને નેસ્તનાબૂદ કર્યું છે. 

ઈરાને હુમલા માટે ફતેહ-110 બેલેસ્ટિક મિસાઈલ અને શાહેદ-136 ડ્રોનનો ઉપયોગ કર્યો છે. જોકે, કતારે તેના પર છોડવામાં આવેલી 65 માંથી 63 મિસાઈલોને હવામાં જ તોડી પાડી હતી.

facebook twitter