+

ભારત 30 દિવસ માટે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદી શકશે, ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાનું નિવેદન

ઈરાન યુદ્ધને કારણે સર્જાયેલા તેલ સંકટ વચ્ચે અમેરિકાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રશિયા પાસેથી ભારત 30 દિવસ માટે તેલ લઇ શકશે. ઈરાન યુદ્ધ દરમિયાન વૈશ્વિક તેલ બજાર પર દબાણ ઓછું કરવા મ

ઈરાન યુદ્ધને કારણે સર્જાયેલા તેલ સંકટ વચ્ચે અમેરિકાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રશિયા પાસેથી ભારત 30 દિવસ માટે તેલ લઇ શકશે.

ઈરાન યુદ્ધ દરમિયાન વૈશ્વિક તેલ બજાર પર દબાણ ઓછું કરવા માટે અમેરિકાએ રશિયન તેલના વેચાણની મંજૂરી આપી છે. આ 30 દિવસની કામચલાઉ છૂટ છે. બે વરિષ્ઠ યુએસ અધિકારીઓએ ગુરુવારે રોઇટર્સને જણાવ્યું કે રશિયાના ઉર્જા ક્ષેત્ર પરના પ્રતિબંધો સંબંધિત હાલના પ્રતિબંધો છતાં શિપમેન્ટને આગળ વધારવા માટે વોશિંગ્ટને 30 દિવસની છૂટ મંજૂર કરી છે.

યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી અમેરિકાએ વિવિધ દેશોને રશિયન તેલ ન ખરીદવા માટે ધમકી આપી હતી. પશ્ચિમી દેશોએ પણ મોસ્કો પર પ્રતિબંધો લાદ્યા હતા. પરંતુ ભારત રશિયન તેલના સૌથી મોટા ખરીદદારોમાંના એક તરીકે ઉભરી આવ્યું. ટ્રમ્પની ધમકીઓ છતાં, ભારતે રશિયન તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું. તેનાથી સ્પષ્ટ સંદેશ પણ મળ્યો કે તેલ ક્યાંથી ખરીદવું તે ભારત નક્કી કરશે. બીજી તરફ હવે અમેરિકા આગામી 30 દિવસ સુધી રશિયા પાસેથી તેલ ખરીદનાર ભારત સામે કોઇ કાર્યવાહી કરી શકશે નહીં, આગામી સમયમાં શું સ્થિતી ઉભી થાય છે તે જોવું રહ્યું.

facebook twitter