+

ભરૂચમાં11 વર્ષની માસૂમ સગીરા પર પડોશી નરાધમે આચર્યું દુષ્કર્મ, પોલીસે ગણતરીના કલાકોમાં કરી ધરપકડ

અંધારાનો લાભ ઉઠાવીને આચર્યું દુષ્કર્મ પીડિત પરિવારને ધમકી મળતા પોલીસે સુરક્ષા માંગી ભરૂચ: શહેરના સી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે, 11 વર્ષની સગીરા પર તેના જ પ

  • અંધારાનો લાભ ઉઠાવીને આચર્યું દુષ્કર્મ
  • પીડિત પરિવારને ધમકી મળતા પોલીસે સુરક્ષા માંગી

ભરૂચ: શહેરના સી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે, 11 વર્ષની સગીરા પર તેના જ પડોશમાં રહેતા શખ્સે અંધારાનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ મામલે  કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.

સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં પીડિત સગીરા તેના પરિવાર સાથે તાડપત્રીથી બનેલા કાચા ઝૂંપડામાં રહે છે. આ ઝૂંપડામાં દરવાજા કે પાછળની દીવાલ જેવી સુરક્ષાની કોઈ વ્યવસ્થા ન હતી. ઘટનાની રાત્રે મચ્છરોથી બચવા માટે પરિવારે ધૂમાડો કર્યો હોવાથી માતા-પિતા ધાબળો ઓઢીને સૂઈ ગયા હતા. રાત્રે અંદાજે 1 થી 2 વાગ્યાના સુમારે પડોશમાં રહેતો પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમાર અંધારાનો અને વીજળી ન હોવાનો લાભ લઈ ઘરમાં ઘૂસી ગયો હતો. નરાધમે સગીરા સાથે શારીરિક અડપલાં કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ બૂમાબૂમ કરતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો, પરંતુ તે નજીકના સીસીટીવી  કેમેરામાં કેદ થઈ ગયો હતો.

સગીરાના પિતાની ફરિયાદને આધારે પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપી પિયુષ પરમારને ઝડપી પાડ્યો છે. તેની સામે દુષ્કર્મ, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવોમાં આવ્યો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.  

ચર્ચા મુજબ, આરોપી એક બુટલેગરનો ભાઈ હોવાથી ફરિયાદ નોંધાયા બાદ કેટલાક અસામાજિક તત્વોએ પીડિત પરિવારના ઘરે જઈને ઝઘડો કર્યો હતો અને ધમકી આપી હતી. આ ભયના ઓથાર હેઠળ પરિવારે રાત્રિના સમયે 112 પર કોલ કરીને પોલીસની મદદ માંગી હતી. હાલ પોલીસ આ મામલે પણ તપાસ કરી રહી છે.

facebook twitter