સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાવનારા 4 લોકો સામે પોલીસ ફરિયાદ
યુદ્ધની સ્થિતીને પહોંચી વળતા ગુજરાત સરકાર સજ્જ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદી સાથે ટેલિફોનિક વાત કરી
કચ્છઃ પાકિસ્તાન સતત ભારત પર હુમલા કરી રહ્યું છે અને આ હુમલા ભારતીય સેના નિષ્ફળ બનાવી રહી છે, ગુજરાતની કચ્છ સરહદે પાકિસ્તાને મોકલેલા ત્રણ ડ્રોન ભારતીય સેનાએ તોડી પાડ્યાં છે.
બીજી તરફ 15 મે સુધી ગુજરાતમાં ફટાકડા ફોડવા પર અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે, સુરક્ષાના કારણોસર રાજ્ય સરકારે આ પગલું ભર્યું છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી હતી. જેમાં બનાસકાંઠા, પાટણ અને કચ્છ ત્રણ જિલ્લાના આરોગ્યકર્મીઓ, પોલીસકર્મીઓની રજાઓ રદ કરવાની જાહેરાત કરાઇ છે. સરહદી જિલ્લાના તમામ સ્ટાફને ક્વાર્ટર ન છોડવાના આદેશ આપવામાં આવ્યા છે. બ્લડ બેંકમાં લોહીની સુવિધા રાખવી, હોસ્પિટલોમાં બેડની સુવિધા તેમજ મેડિકલ ઇમરજન્સીની તૈયારીઓ કરવામાં આવી છે. અમદાવાદથી ઇમરજન્સી 108ની 41 જેટલી ગાડીઓને કચ્છમાં રવાના કરાઇ છે.
દરિયામાંથી માછીમારોને પાછા બોલાવી દેવામાં આવ્યાં છે અને દરિયા કિનારાના વિસ્તારોમાં હાઇએલર્ટ આપવામાં આવ્યું છે. યુદ્ધની ગમે તેવી પરિસ્થિતીને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે અધિકારીઓને સૂચનાઓ આપી દીધી છે અને તમામ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
Gujarat Police Takes Action: 4 FIRs Registered for Spreading Anti-National Sentiments and Undermining Army Morale. pic.twitter.com/tdvhTRpNHe
— Harsh Sanghavi (@sanghaviharsh) May 9, 2025