+

Breaking News: પાકિસ્તાને કાશ્મીર, પઠાણકોટમાં કર્યો નિષ્ફળ હુમલો, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

એલઓસી પર સતત ફાયરિંગનો અવાજ સંભળાઇ રહ્યો છે ભારતીય સેના આપી રહી છે જડબાતોડ જવાબ કચ્છના અનેક વિસ્તારોમાં બ્લેક આઉટ કરી દેવાયું જમ્મુ-કાશ્મીરઃ પાકિસ્તાની સેનાએ ભારત પર નિષ્ફળ હુમલો કર્યો છે. જ

એલઓસી પર સતત ફાયરિંગનો અવાજ સંભળાઇ રહ્યો છે

ભારતીય સેના આપી રહી છે જડબાતોડ જવાબ

કચ્છના અનેક વિસ્તારોમાં બ્લેક આઉટ કરી દેવાયું

જમ્મુ-કાશ્મીરઃ પાકિસ્તાની સેનાએ ભારત પર નિષ્ફળ હુમલો કર્યો છે. જમ્મુ-કાશ્મીરમાં અંદાજે 6 જગ્યાએ ધમાકાનો અવાજ સંભળાયો છે, અહીંના એરપોર્ટ પર મોટો હુમલો કરાયો હતો, પરંતુ સેનાએ તેને નિષ્ફળ કરી દીધો છે. આ સિવાય પઠાણકોટમાં પણ પાકિસ્તાને નિષ્ફળ હુમલો કર્યો છે. રાજસ્થાનના જેસલમેરમાં પણ હુમલાના અહેવાલ છે.

ભારતની S-400 એ 8 પાકિસ્તાની મિસાઇલ તોડી પાડી

ભારતે સરહદ પર IL-17 એર ડિફેન્સ ગન સક્રિય કરી દીધી

જમ્મુ-કાશ્મીરમાં તંત્રએ બ્લેક આઉટ કરી દીધું છે, સાથે જ જનતાને સાવચેત રહેવા ચેતવણી આપી દેવામાં આવી છે. જેસલમેર એરપોર્ટ પર પણ નિષ્ફળ હુમલો થયો છે, ભારતીય સેના પાકિસ્તાનને જવાબ આપી રહી છે.

facebook twitter