મદીનામાં ડીઝલ ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો
મૃતકોમાં હૈદરાબાદના રહેવાસી
ઓવૈસીએ સાઉદી અરબમાં થયેલા માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું
રિયાધઃ સાઉદી અરબમાં બસ અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. જેમાં 45 ભારતીયોના મોત થઇ ગયા છે. મળતી માહિતી પ્રમાણે બસ મક્ક મદીના જઇ રહી હતી. તે જ સમયે મદીનામાં ડીઝલ ટેન્કર અને બસ વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. ઉમરાહ માટે લોકોને લઇ જઇ રહેલી બસ ઓઇલ ભરેલા ટેન્કર સાથે અથડાઇ હતી. સાઉદી અરબના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ ઘટના મદીના નજીક બની છે.
सऊदी अरब में हैदराबाद के उमरा यात्रियों को ले जा रही बस में 42 लोगों की मौत हो गई। स्थानीय मीडिया के अनुसार बस की टक्कर एक डीजल टैंकर से हो गई, जिसके बाद बस में आग भड़क गई।#SaudiArabia #UmrahTragedy #Hyderabad pic.twitter.com/HUDP7C6abL
— Manakdeep Singh Kharaud (@Iam_MKharaud) November 17, 2025
તેલંગાણા મુખ્યમંત્રી કચેરી તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં સાઉદી અરબમાં થયેલા માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ તાત્કાલિક મુખ્ય સચિવ અને ડીજીપીને અકસ્માત સંબંધિત સંપૂર્ણ માહિતી એકત્ર કરવાની સૂચના આપી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા કેટલા લોકો હૈદરાબાદના રહેવાસી હતા, તેની પણ માહિતી એકત્રિત કરવાની કહેવામાં આવ્યું, મુખ્યમંત્રીએ સરકારના ઉચ્ચ અધિકારીઓને વિદેશ મંત્રાલય સાથે સંપર્ક સાધવા અને સાઉદી અરબ દૂતાવાસ પાસેથી માહિતી મેળવવાનું સૂચન કર્યું છે.
મુખ્ય સચિવના નિર્દેશ પર અધિકારીઓ માહિતી એકત્રિત કરી રહ્યાં છે કે સાઉદી અરબમાં અકસ્માતનો ભોગ બનેલા કેટલા લોકો તેલંગાણાના હતા અને સચિવાલયમાં એક કંટ્રોલ રૂમ બનાવવા માટે સૂચના આપવામાં આવી છે,જેથી પીડિત પરિવારોને માહિતી આપવામાં આવી શકે.
Consulate General of India, Jeddah tweets, "In view of a tragic bus accident near Madina, Saudi Arabia, involving Indian Umrah pilgrims, a 24x7 Control Room has been set up in Consulate General of India, Jeddah." https://t.co/k9s3TABkVa pic.twitter.com/CLcB15psvK
— ANI (@ANI) November 17, 2025
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. ઓવૈસીએ જણાવ્યું કે તેમણે હૈદરાબાદની બે ટ્રાવેલ એજન્સીઓ સાથે સંપર્ક કર્યો છે, સાઉદી અરબ ગયેલા હૈદરાબાદના લોકો સાથે જોડાયેલી સંબંધિત માહિતી માંગી છે. સાથે જ તેમણે રિયાધ સ્થિત દૂતાવાસ સાથે પણ સંપર્ક કર્યો છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/