આજથી બદલાયા આ નિયમો, જાણો- આમ આદમીના ખિસ્સા પર શું થશે મોટી અસર

01:06 PM Nov 02, 2025 | gujaratpost

નવી દિલ્હીઃ નવેમ્બર 2025 મહિનાની શરૂઆત સાથે જ અનેક નવા નિયમો લાગુ થઈ ગયા છે, જેની સીધી અસર સામાન્ય માણસના દૈનિક આર્થિક વ્યવહારો અને ખિસ્સા પર પડશે. આધાર અપડેટ ફીમાં ફેરફાર, બેન્ક નોમિનેશનના નિયમોમાં સરળતા, નવા GST સ્લેબ અને કાર્ડ પેમેન્ટ પર નવી ફી સહિતના મોટા બદલાવ થયા છે.

આજથી બેન્ક યુઝર્સને એક એકાઉન્ટ, લોકર અથવા સેફ ડિપોઝિટ માટે વધુમાં વધુ ચાર વ્યક્તિઓને નોમિનેટ કરવાની છૂટ મળશે. આ નવા નિયમનો હેતુ ઇમરજન્સીમાં પરિવારો માટે પૈસા સુધી પહોંચ સરળ બનાવવાનો અને માલિકી હકના ઝઘડાઓથી બચવાનો છે. આજથી કેટલાક સામાન માટે સ્પેશિયલ રેટ સાથે નવી બે-સ્લેબ GST સિસ્ટમ લાગુ કરશે. અગાઉના ચાર સ્લેબ સિસ્ટમ (5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા) ને બદલવામાં આવ્યાં છે. 12 ટકા અને 18 ટકાના સ્લેબ હટાવી દેવાયા છે, જ્યારે લક્ઝરી અને હાનિકારક સામાન પર 40 ટકાનો દર લાગુ થશે. આ નિર્ણય ઇનડાયરેક્ટ ટેક્સ માળખાને સરળ બનાવશે.

UIDAIએ બાળકોના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ માટેની રૂ. 125ની ફી માફ કરી દીધી છે. આ છૂટ એક વર્ષ સુધી ફ્રી રહેશે. પુખ્ત વયના લોકો માટે નામ, જન્મ તારીખ, સરનામું કે મોબાઇલ નંબર અપડેટ કરવાની ફી રૂ. 75 રહેશે, જ્યારે ફિંગરપ્રિન્ટ અથવા આઇરિસ સ્કેન જેવા બાયોમેટ્રિક અપડેટની ફી રૂ. 125 જ રહેશે.

NPSથી UPS શિફ્ટ થવાની સમય મર્યાદા વધારવામાં આવી છે. પેન્શનર્સ માટે લાઇફ સર્ટિફિકેટ (જીવન પ્રમાણપત્ર) આપવું ફરજિયાત બનાવાયું છે. એસબીઆઈ કાર્ડ યુઝર્સને મોબીક્વિક અને ક્રેડ જેવી થર્ડ-પાર્ટી એપ્સ દ્વારા કરાયેલા શિક્ષણ સંબંધિત પેમેન્ટ પર 1 ટકા ફી ચૂકવવી પડશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++