ઇસ્લામાબાદની પીઆઈએમએસ હોસ્પિટલમાં આગ લાગી
નર્સરીમાં એસી કોમ્પ્રેસર ફાટવાથી આગ લાગી
અકસ્માતમાં 15 નવજાત શિશુઓનાં મોત
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં બુધવારે સવારે હોસ્પિટલમાં આગ લાગવાથી 15 નવજાત શિશુઓના મોત થયા છે. આ અકસ્માત પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (પીઆઈએમએસ) ના ગાયનેકોલોજી વોર્ડમાં થયો હતો. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, હોસ્પિટલની નર્સરીમાં એર-કન્ડિશનર (એસી) કોમ્પ્રેસર ફાટવાથી આગ લાગી હતી.
PIMS અધિકારીઓના જણાવ્યાં અનુસાર, ઘટના સમયે નર્સરીમાં 16 નવજાત શિશુ હતા, જેમાંથી 15 ના મૃત્યું પામ્યાં હતા. ફક્ત એક બાળકનો બચાવ થયો હતો.
આગની માહિતી મળતાં જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. નવજાત શિશુઓને ગાયનેકોલોજી વોર્ડમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતા. બચાવ અધિકારીઓએ પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે આગ ઓલવાઈ ગઈ છે અને ટીમો ઘટનાસ્થળે કૂલિંગ કામગીરી કરી રહી છે.