- ભારતે લંબાવ્યો મદદનો હાથ
- ઈમરજન્સી હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા
કાઠમંડુઃ તિબેટ સરહદ નજીક અચાનક આવેલા ભીષણ પૂર અને નદીઓના રૌદ્ર સ્વરૂપે નેપાળમાં ભારે તબાહી મચાવી છે. ક્ષણભરમાં જળમગ્ન થયેલા વિસ્તારોમાં રસ્તાઓ, પુલ અને વાહનો તણાઈ ગયા છે તથા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
ભોટેકોશી નદીમાં આવેલા પૂરમાં 20 મેગાવોટ ક્ષમતા ધરાવતી 'લાંગટાંગ ખોલા જળવિદ્યુત પરિયોજના' તબાહ થઈ છે. ટનલની અંદર કામ કરી રહેલા 35 કામદારો સહિત કુલ 60 લોકો લાપતા બન્યા છે, જેમને શોધવા મોટા પાયે બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
રસુવાના ટિમુરે ગામમાં ફસાયેલા લોકોને બચાવવા ગયેલું હેલિકોપ્ટર નીચે ઉતર્યા વગર જ કાઠમંડુ પાછું આવી ગયું હતું. પૂરના કારણે ત્યાંનું હેલિપેડ તણાઈ ગયું હતું, જેથી પાયલટને હેલિકોપ્ટર ઉતારવા માટે કોઈ સલામત જગ્યા મળી નહોતી.
પાયલટે જણાવ્યું કે આકાશમાંથી જોતાં આખું ટિમુરે ગામ પાણીમાં ગરકાવ દેખાતું હતું.
નેપાળના વડાપ્રધાન બાલેન શાહે રસુવાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત માટે નેપાળી સેના, સશસ્ત્ર પોલીસ દળ અને નેપાળ પોલીસને તૈનાત કરવાના નિર્દેશ આપ્યા છે. પ્રભાવિત વિસ્તારોમાં અન્ય જિલ્લાઓમાંથી પણ વધારાના સુરક્ષાકર્મીઓ મોકલવામાં આવ્યા છે. પ્રભાવિત વિસ્તારોમાં વધારાની એમ્બ્યુલન્સ અને મેડિકલ સ્ટાફ પણ મોકલવામાં આવી રહ્યો છે. બાલેને નદી કિનારેના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે પહોંચાડવાના નિર્દેશ આપ્યા છે.
This is seriously scary. CCTV footage from Gyirong Port in Tibet, China, directly opposite Nepal’s Rasuwa district. This flash flood hit here first and later caused massive havoc in Nepal. Can’t even imagine someone surviving this. Prayers for everyone affected.