(ફાઇલ ફોટો)
સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વરસાદનું જોર વધશે
અમદાવાદઃ હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં એટલે કે 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે શરૂઆતના દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની સંભાવના છે. ત્યાર બાદ 8થી 15 સપ્ટેમ્બર અને 16થી 22 સપ્ટેમ્બર એટલે કે બીજા અને ત્રીજા અઠવાડિયામાં વરસાદ એકદમ સામાન્ય અથવા તો નહિવત રહેશે. જો કે, મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 23થી 30 સપ્ટેમ્બર દરમિયાન ફરીથી વરસાદનું જોર વધશે, જેનું મુખ્ય કારણ અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાતા સાયક્લોનિક સર્ક્યુલેશન છે.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. જે નવરાત્રિના રંગમાં ભંગ પાડી શકે છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, સપ્ટેમ્બર દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં આ મહિને 109 ટકા વરસાદ થવાની શક્યતા છે.
આ આગાહી જોતા, નવરાત્રિ દરમિયાન વરસાદી માહોલ રહેવાની સંભાવના છે, જે આ વર્ષે ગરબાના આયોજન માટે એક મોટો પડકાર બની રહેશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/