PM મોદીનો જન્મ OBC સમાજમાં નહીં પરંતુ સામાન્ય જાતિમાં થયો છે, રાહુલ ગાંધીએ વડાપ્રધાનની જાતિ પર નિશાન સાધ્યું

05:05 PM Feb 08, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાતિને લઇને પ્રહારો કર્યાં છે. ઓડિશામાં 'ભારત જોડો ન્યાય યાત્રા' દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ OBC જાતિમાં નથી થયો, તેઓ સામાન્ય જાતિમાંથી આવે છે. પરંતુ વડાપ્રધાનનો જન્મ ઓબીસી જાતિમાં થયો હોવાનું કહીને ભાજપ જનતાને મૂર્ખ બનાવે છે.

રાહુલ ગાંધીએ કહ્યું, 'લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યાં છે. મોદીજી તેલી સમૂદાયમાંથી આવે છે. ભાજપે વર્ષ 2000માં તેમની જાતિને ઓબીસી બનાવી હતી. મતલબ કે મોદી OBCમાં નથી જન્મ્યા, તેઓ સામાન્ય જાતિમાં જન્મ્યા છે. તે દુનિયા સમક્ષ ખોટું બોલી રહ્યાં છે કે તેમનો જન્મ ઓબીસીમાં થયો હતો.

રોજ નવો ડ્રેસ પહેરો

Trending :

રાહુલ ગાંધીએ કહ્યું, હું જાણું છું કે તેઓ (PM મોદી) OBC નથી, કારણ કે તેઓ કોઈ OBCને અપનાવતા નથી. તેઓ જાતિની વસ્તી ગણતરી નહીં કરે કારણ કે તે OBC નથી. તેઓ કરોડો રૂપિયાના સૂટ પહેરે છે અને પોતાને ગરીબ અને ફકીર કહે છે. તેઓ સવારે નવો ડ્રેસ, સાંજે નવો ડ્રેસ અને દરરોજ નવો ડ્રેસ પહેરે છે અને પોતાને ઓબીસી ગણાવે છે.

તેમને માત્ર અદાણીનો હાથ પકડ્યો છે

મારે જન્મ પ્રમાણપત્રની જરૂર નથી. હું જાણું છું કારણ કે તે કોઈ ઓબીસીને ગળે લગાવતા નથી. તે કોઈ ખેડૂત અને મજૂરનો હાથ પકડતા નથી. તેમને માત્ર અદાણીનો હાથ પકડ્યો છે. તેઓ તેમના સમગ્ર જીવનમાં જાતિ આધારિત સર્વેક્ષણો કરવા દેશે નહીં. જાતિ ગણતરીનું કામ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી કરશે.

તેલંગાણામાં પણ આ જ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો

આ પહેલા રાહુલ ગાંધીએ તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા વચન આપ્યું હતું કે જો તેમની પાર્ટી રાજ્યમાં સત્તામાં આવશે તો તેઓ તેલંગાણામાં જાતિ ગણતરી કરાવશે. રાહુલ ગાંધીએ રાજ્યમાં કોંગ્રેસની ચાલી રહેલી 'વિજયભેરી' યાત્રા દરમિયાન ભૂપાલપલ્લીથી પેદ્દાપલ્લીના માર્ગ પર શેરી સભાઓને સંબોધિત કરી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશમાં સૌથી મોટો મુદ્દો જાતિ ગણતરીનો છે. તેને 'એક્સ-રે' ગણાવતા તેમણે કહ્યું હતું કે તે દલિતો, આદિવાસીઓ અને ઓબીસીની સ્થિતિ પર પ્રકાશ ફેંકશે. હવે કોંગ્રેસ ઓબીસી મુદ્દે પણ મોદી સરકારને ઘેરી રહી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post