+

ગાંધીનગરમાંથી લાંચ માંગતા કસ્ટમ ઈન્સ્પેક્ટર સહિત 3 ACBના છટકામાં સપડાયા

ગાંધીનગરઃ એસીબીએ ગાંધીનગર જમીયતપુરા ખોડીયાર ખાતે આવેલી કસ્ટમ ઓફિસની બહાર છટકું ગોઠવીને રૂપિયા 2.32 લાખના લાંચ કેસમાં આઈસીડી ખોડીયાર ડેપોના કસ્ટમ ઈન્સ્પેક્ટર, આઉટ સોર્સ તરીકે કામ કરતાં એન્જીનિયર અને ખા

ગાંધીનગરઃ એસીબીએ ગાંધીનગર જમીયતપુરા ખોડીયાર ખાતે આવેલી કસ્ટમ ઓફિસની બહાર છટકું ગોઠવીને રૂપિયા 2.32 લાખના લાંચ કેસમાં આઈસીડી ખોડીયાર ડેપોના કસ્ટમ ઈન્સ્પેક્ટર, આઉટ સોર્સ તરીકે કામ કરતાં એન્જીનિયર અને ખાનગી વ્યક્તિને ઝડપી લીધા હતા. આરોપીએ ફરિયાદીના કન્ટેનરને ક્લીયરન્સ આપવા લાંચની માંગણી કરી હતી. જેના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું.

અમદાવાદમાં રહેતા એક વ્યક્તિએ તેની  કંપનીના કન્ટેઇનર સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર ત્રણ માસમાં કેમીકલ રો-મટીરીયલના આશરે ૨૭૨ કન્ટેઇનર આઇ.સી.ડી. ખોડીયાર ખાતે કસ્ટમ વિભાગે ક્લીયર કરવા અરજી કરી હતી.  કસ્ટમ ઈન્સ્પેક્ટર સતીંદરપાલ અરોરાએ ક્લીયરન્સના નામે  રૂ.૨,૩૨,૦૦૦ની લાંચની માંગણી કરી હતી.   લાંચના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેના આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું.

જો તમારી પાસેથી કોઈ લાંચ માંગે તો તમે એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર ફોન કરી શકો છે.

facebook twitter