+

ડાગમાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 5નાં મોત

માલેગામ ફોરેસ્ટ ગેસ્ટહાઉસની સામેના ઘાટમાં બની દુર્ઘટના અકસ્માતમાં બે મહિલા અને ત્રણ પુરુષ મુસાફરના મૃત્યુ બસમાં 50 લોકો સવાર હતા સાપુતારાઃ ગુજરાત માટે રવિવારની શરૂઆત અમંગળ રીતે તઈ હતી.&nbs

  • માલેગામ ફોરેસ્ટ ગેસ્ટહાઉસની સામેના ઘાટમાં બની દુર્ઘટના
  • અકસ્માતમાં બે મહિલા અને ત્રણ પુરુષ મુસાફરના મૃત્યુ
  • બસમાં 50 લોકો સવાર હતા

સાપુતારાઃ ગુજરાત માટે રવિવારની શરૂઆત અમંગળ રીતે તઈ હતી.  રવિવારની વહેલી સવારે જ ડાંગ જિલ્લાના માર્ગ પર અકસ્માતની ઘટના બની હતી.  શ્રદ્ધાળુઓને લઈ જતી બસ ખીણમાં પડી હતી, જેમાં પાંચનાં મોત થયા હતા. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આ પોલીસના જણાવ્યા અનુસાર મૃતક મધ્ય પ્રદેશનો રહેવાસી હતા. 

ગુજરાતના ડાંગ જિલ્લામાં રવિવારે સવારે યાત્રાળુઓને લઈ જતી એક ખાનગી બસ ઊંડી ખીણમાં પડી જતાં પાંચ લોકોનાં મોત થયાં હતાં અને 17 અન્ય ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. આ અકસ્માત સવારે 4.15 વાગ્યાની આસપાસ થયો હતો.  ડ્રાઈવરે સાપુતારા હિલ સ્ટેશન નજીક બસ પરનો કાબુ ગુમાવતાં ખીણમાં પડી હતી તેમ પ્રભારી પોલીસ અધિક્ષક એસ. જી. પાટિલે જણાવ્યું હતું. 48 યાત્રાળુઓને લઈ જતી બસ ક્રેશ બેરિયર તોડીને 35 ફૂટ ઊંડી ખીણમાં પડતાં પાંચ લોકોના મોત થયા હતા.

facebook twitter