+

મહાકુંભમાં વધુ એક ગુજરાતીનું મોત, રાજકોટના શ્રદ્ધાળુએ આ રીતે ગુમાવ્યો જીવ

(તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે) રાજકોટઃ પ્રયાગરાજમાં હાલ મહાકુંભ ચાલી રહ્યો છે. જેમાં આસ્થાની ડૂબકી લગાવવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. થોડા દિવસ પહેલા મચેલી નાસભાગમા

(તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)

રાજકોટઃ પ્રયાગરાજમાં હાલ મહાકુંભ ચાલી રહ્યો છે. જેમાં આસ્થાની ડૂબકી લગાવવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. થોડા દિવસ પહેલા મચેલી નાસભાગમાં એક ગુજરાતીનું મોત થયું હતું.  આ દરમિયાન મહાકુંભમાં વધુ એક ગુજરાતીનું મોત નીપજ્યું છે. રાજકોટના 53 વર્ષીય આધેડને શ્વાસ ચડતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત  થતાં પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા.

રાજકોટના પ્રતીક ટેનામેન્ટ રહેતા કિરીટસિંહ રાઠોડ પોતાની પત્ની અને મિત્ર દંપતી સાથે ગત 24 જાન્યુઆરીએ અમદાવાદથી ફ્લાઇટ મારફતે મહાકુંભમાં સ્નાન કરવા ગયા હતા. મહાકુંભમાં તેમણે સાધુ સંતોને જમાડવા માટે રસોઇ બનાવવા સહિતના સેવા કાર્યો કર્યા હતા. આ દરમિયાન 30 જાન્યુઆરીએ વહેલી સવારે તેમને ચક્કર આવતાં ઢળી પડ્યા હતા. 

જેથી તેમને મહાકુંભમાં ઉભા કરાયેલા હોસ્પિટલમાં તપાસ અર્થે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને વધુ શ્વાસ ચડતાં રાયબરેલી ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. તેમના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ લાવવામાં આવ્યા હતો. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

facebook twitter