+

જમીન દલાલોની જેમ રાજકારણમાં દલાલો છે: નીતિન પટેલનું ચોંકાવનારું નિવેદન

નીતિન પટેલના નિવેદનથી ખળભળાટ  કોંગ્રેસે પણ નીતિન પટેલના નિવેદનમાં સાથ પૂરાવ્યો કડીઃ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી એક વખત ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. મહેસાણાના કડીના

  • નીતિન પટેલના નિવેદનથી ખળભળાટ 
  • કોંગ્રેસે પણ નીતિન પટેલના નિવેદનમાં સાથ પૂરાવ્યો

કડીઃ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી એક વખત ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. મહેસાણાના કડીના ડરણ ગામમાં એક કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું, રાજકારણમાં પણ દલાલો વધી ગયા છે. નીતિન પટેલે કહ્યું કે, રાજકીય દલાલો ભાજપનો હોદ્દેદાર, કાર્યકર અને નેતા છું કહીને અધિકારીઓ સાથે સંબંધ અને ઓળખાણ બનાવે છે. ઓળખાણ આપે એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે. ભાજપ સરકારે મોટા અને લોકોને સુખી કર્યા છે. દલાલી કરતા કરતા બધા કરોડપતિ થઈ ગયા છે. ભાજપ સરકાર પર કરવામાં આવેલાં આ પ્રહારથી રાજકીય માહોલ ગરમાયો છે. સાથે જ લોકો આ ઈશારો કોના તરફ હતો એ વિશે પણ જુદા-જુદા અનુમાન લગાવી રહ્યા છે. 

આ ઉપરાંત કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું કે, આ બધું જમીનોની દલાલીથી નથી થયું. કડદા કરી લોકોનું કરી નાંખીને નથી થયું. આ પ્રજાના પ્રેમથી કામ થાય છે. પ્રજાના પ્રેમથી જેને મળે એ જ સાચો નેતા કહેવાય. હોદ્દો મળે એને નેતા ના કહેવાય. હોદ્દો તો અનામતના કારણે મળે, બીજા કારણે મળે. હોદ્દો મળવો મોટી વાત નથી, સફળ બનાવવું એ મહત્વનું છે.

નીતિન પટેલના નિવેદન પર કોંગ્રેસે પણ નિવેદન આપ્યું હતું. કોંગ્રેસ નેતા મનીષ દોશીએ કહ્યું હતું કે  ભાજપના અહંકારી શાસના કારણે લૂંટનો કારોબાર વધ્યો છે. ભાજપનો ખેસ નાંખો અને લૂંટનું લાયસન્સ મેળવો. ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બન્યો છે. તમામ વિભાગોમાં ભાજપની એજન્ટ પ્રથા ચાલી રહી છે. ભાજપનો ખેસ એટલે લૂંટવાનો પરવાનો બની ગયો છે. નકલીના કારોબારથી ગુજરાત લૂંટાયું છે. ભાજપના ભ્રષ્ટાચારની કથા નીતિન પટેલે ખોલી નાખી છે.

facebook twitter