નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું 79 વર્ષની ઉંમરે નિધન થયું છે, તેઓએ દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા, છેલ્લા ઘણા સમયથી તેઓ કિડનીની બિમારીથી પીડાતા હતા. તેઓ બિહાર, ગોવા, મેઘાલયના રાજ્યપાલ રહી ચુક્યાં હતા.
સત્યપાલ મલિકે જમ્મુ-કાશ્મીર કિરૂ હાઇડ્રોપાવર પ્રોજેક્ટના કેસમાં રિલાયન્સ પર ભ્રષ્ટાચારના આરોપી લગાવ્યાં હતા, અંદાજે 2200 કરોડ રૂપિયાના આ કેસમાં તેમને મોદી સરકારે પત્ર પણ લખ્યો હતો. ખેડૂત આંદોલનમાં ખેડૂતોના મોત મામલે તેઓએ પીએમ મોદી સામે ગુસ્સો ઠાલવ્યો હતો અને તેઓ સતત મોદી સરકારની ટિકા કરી રહ્યાં હતા, ત્યાર બાદ તેમની સામે સીબીઆઇ અને ઇડી જેવી એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી.
સત્યપાલ મલિકે ભ્રષ્ટાચાર સામે મુહિમ ચલાવી હતી અને પોતાની જ સરકાર સામે તેઓ જાહેરમાં સતત બોલતા હતા. નોંધનિય છે કે CBIએ 22 ફેબ્રુઆરી 2024ના રોજ સત્યપાલ મલિકનાં ઠેકાણાંઓ પર દરોડા પાડ્યાં હતા. તેમને ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો હતો તો તેમની જ સામે એજન્સીઓએ કાર્યવાહી કરી હતી.
Saddened by the passing away of Shri Satyapal Malik Ji. My thoughts are with his family and supporters in this hour of grief. Om Shanti.
— Narendra Modi (@narendramodi) August 5, 2025