વડોદરાઃ શહેરમાં ગાજરાવાડી વિસ્તારમાં 16 વર્ષીય કિશોર પમ્પિંગ સ્ટેશન પાસે ગટરના નાળામાં ખાબકતા તેનું મોત થયું છે. આ અંગે જાણ થતાં ઘટના સ્થળે સ્થાનિકો, ફાયર વિભાગ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને એમ્બ્યુલન્સ પહોંચી ગઇ હતી.
મૃતક દીપક પ્રવિણભાઇ ગોદરિયા (ઉ.વ-16) જૂના કપડાંનો વ્યવસાય કરતો હતો. તે ઘરે આવીને જમવા બેઠો હતો. બાદમાં શૌચક્રિયા કરવા ગયો હતો અને ગટર નાળામાં પડી ગયો હતો.
ફાયર વિભાગે તાત્કાલિક તપાસ હાથ ધરીને કિશોરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે. દીકરાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/