+

સુરતઃ લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હનની ધરપકડ, પતિનું આઘાતથી મોત

સુરતઃ વરાછા પોલીસે 7 મહિના પછી લૂંટેરી દુલ્હન મુસ્કાનને પકડી પાડી છે, જે તેના લગ્નના માત્ર 10 દિવસ પછી ભાગી ગઈ હતી. લગ્નના માત્ર 10 દિવસ પછી, તે માનતા પૂર્ણ કરવાના બહાને 40 હજાર રૂપિયાના દાગીના લ

સુરતઃ વરાછા પોલીસે 7 મહિના પછી લૂંટેરી દુલ્હન મુસ્કાનને પકડી પાડી છે, જે તેના લગ્નના માત્ર 10 દિવસ પછી ભાગી ગઈ હતી. લગ્નના માત્ર 10 દિવસ પછી, તે માનતા પૂર્ણ કરવાના બહાને 40 હજાર રૂપિયાના દાગીના લઈને ઘરેથી ભાગી ગઈ હતી. તેના ભાગી ગયા પછી તેનો ઝવેરી પતિ ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. જ્યારે તેણે ઇન્સ્ટાગ્રામ પર કેટરિંગમાં કામ કરતી આ નાગપુરની યુવતીના વાંધાજનક વીડિયો અને ફોટા જોયા, ત્યારે તેણે વિચાર્યું કે સમાજ શું વિચારશે. લોકો શું કહેશે ? આ આઘાત બાદ તેને હાર્ટએટેક આવ્યો હતો.આ લૂંટેરી દુલ્હનની માતા પહેલાથી જ પકડાઈ ગઈ છે. વરાછા પોલીસે આ દુલ્હનની કસ્ટડીમાં લઈ લીધી છે અને તપાસ કરી રહી છે. 

38 વર્ષીય યુવક મૂળ ભાવનગરનો અને સુરતના વરાછા વિસ્તારમાં રહેતો હતો, તેણે 15 વર્ષ પહેલાં મરાઠી છોકરી નિશા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેમને એક પુત્રી છે. જ્યારે છોકરી પાંચ વર્ષની હતી, ત્યારે નિશા કોઈની સાથે ભાગી ગઈ હતી અને તેનું ઠેકાણું આજ સુધી જાણી શકાયું નથી. પ્રવીણ ફરીથી લગ્ન કરવા માંગતો હતો જેથી તેની પુત્રીને માતાનો પ્રેમ મળી શકે, પરંતુ તે જ સમૂદાયની છોકરી શોધી શક્યો નહીં. ત્યારબાદ પ્રવીણના કાકા રમેશ ફુરજીભાઈ વડોદરિયાએ તેમનો સંપર્ક કર્યો. તેઓ પ્રવીણને વડોદરામાં સીમાબેનના ઘરે છોકરી બતાવવા માટે લઈ ગયા. અહીં તેમણે તેમના મોબાઇલ પર મુસ્કાન નામની છોકરીનો ફોટો બતાવ્યો હતો.

પ્રવીણને મુસ્કાન ગમી ગઈ અને તેણે તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. પરંતુ રમેશે કહ્યું કે મુસ્કાનનું કોઈ નથી અને સીમાબેને તેનો ઉછેર કર્યો છે, તેથી તેણે 2.21 લાખ રૂપિયા ચૂકવવા પડશે. પ્રવીણના પિતાએ 9 ડિસેમ્બર, 2024 ના રોજ વડોદરામાં 2.10 લાખ રૂપિયા આપ્યા અને લગ્ન માટે લેખિત કરાર કર્યો. લગ્ન પછી મુસ્કાન પ્રવીણ સાથે રહી, પરંતુ 10 દિવસ પછી, સીમાએ પ્રવીણને ફોન કરીને કહ્યું કે તેણે મુસ્કાન માટે એક પ્રતિજ્ઞા લીધી છે અને તે પૂર્ણ કરવા માટે, તેને વડોદરા મોકલી દો. 

મુસ્કાનને વડોદરા મોકલ્યાં પછી, સીમાએ પ્રવીણને કહ્યું કે મુસ્કાનના પિતરાઈ ભાઈની દીકરી મધ્યપ્રદેશમાં પ્રસૂતિ થઈ છે અને મુસ્કાનના દાદીનું અવસાન થયું છે, તેથી તે બધા કામ પૂર્ણ કરીને પાંચ-છ દિવસમાં પાછી આવશે. એક પછી એક દિવસો પસાર થયા પછી, 21 જાન્યુઆરીના રોજ, ઇન્સ્ટાગ્રામ પર મુસ્કાનના વાંધાજનક ફોટા અને વીડિયો જોઈને પ્રવીણ આઘાતમાં સરી પડ્યો અને સમાજ શું વિચારશે તેની ચિંતામાં હૃદયરોગના હુમલાથી તેનું મોત થયું હતું.

પ્રવીણના અંતિમ સંસ્કાર પછી જાણવા મળ્યું કે પ્રવીણના રૂમમાંથી રૂદ્રાક્ષની માળા સહિત 40,000 રૂપિયાના ઘરેણાં ગાયબ હતા. પ્રવીણના મોટા ભાઈ કિરણ પંડ્યાએ 26 ફેબ્રુઆરીએ આ  ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રમેશ અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ત્યારબાદ, 7 જૂનના રોજ, મુસ્કાનની માતા સીમાની વડોદરાથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે છેલ્લા સાત મહિનાથી ફરાર મુસ્કાનની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ પર લેવામાં આવી છે. મુસ્કાન નાગપુરથી અમદાવાદ વકીલને મળવા જઈ રહી હોવાની માહિતી મળી હતી. ત્યારે તેની ધરપકડ કરાઇ હતી. કેટરિંગમાં કામ કરતી મુસ્કાન બીજા કોઈને પોતાનો શિકાર બનાવ્યો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.  

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter