+

ACB Trap: સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનના PSI રૂ.40,000ની લાંચ લેતા ઝડપાયા

આરોપીઃ એમ.જી. લીંબોલા નોકરી- પી.એસ.આઈ સરથાણા પોલીસ સ્ટેશન, સુરત શહેર સુરતઃ શહેરમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI રૂપિયા 40 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે, આરોપીને માર નહીં માર

આરોપીઃ એમ.જી. લીંબોલા
નોકરી- પી.એસ.આઈ
સરથાણા પોલીસ સ્ટેશન, સુરત શહેર

સુરતઃ શહેરમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI રૂપિયા 40 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે, આરોપીને માર નહીં મારવાનો તેમજ વહેલા જામીન પર મુકત કરવા માટે લાંચ માગી હોવાની વાત સામે આવી છે, આરોપી પીએસઆઈની અટકાયત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

આ કામે હકિકત એવી છે કે, આ કામના ફરિયાદીના માસીના દીકરા તથા તેના મિત્ર ઉપર સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો હતો જેમાં ગુનાની તપાસ પીએસઆઈ કરી રહ્યાં હતા, તે દરમિયાન આરોપીને માર નહીં મારવાનો તેમજ વહેલા જામીન ઉપર મુકત કરાવી દેવાના આ બાબતે લાંચની માગણી કરી હતી અને ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો અને લાંચના છટકામાં  આરોપી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરને લાંચના નાણાં લેતા ઝડપાઇ ગયો હતો.

ટ્રેપનું સ્થળ: સરથાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ ની ઓફિસમાં, સુરત શહેર

ટ્રેપીંગ અધિકારી: એમ.જે.શિંદે,
પોલીસ ઇન્સ્પેક્ટર, ભરૂચ એ.સી.બી.પો.સ્ટે.

સુપરવિઝન અધિકારી: બી. એમ. પટેલ,
ઇન્ચાર્જ નાયબ નિયામક, એ.સી.બી., વડોદરા એકમ

facebook twitter