15 ઓગસ્ટના રોજ જન્મદિવસ ઉજવશે રામ રહીમ
જેલમાંથી બહાર આવીને કાફલા સાથે આશ્રમ જવા રવાના થયો
રોહતક: રક્ષાબંધન પહેલાં હરિયાણા સરકારે ફરી એકવાર ડેરા પ્રમુખ રામ રહીમને 40 દિવસના પેરોલ આપ્યાં હતા. રામ રહીમ 5 ઓગસ્ટના રોજ સવારે 6.30 વાગ્યે રોહતકની સુનારિયા જેલમાંથી તેના કાફલા સાથે સિરસા ડેરા તરફ રવાના થયો હતો.
રામ રહીમ માટે જેલની બહાર આવવું કોઈ નવી વાત નથી. આ પહેલા, ડેરા પ્રમુખ રામ રહીમને એપ્રિલમાં 21 દિવસની ફરલો મળી હતી. તે સમયે, 29 એપ્રિલના રોજ ડેરા સચ્ચા સૌદાનો સ્થાપના દિવસ હતો. ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત સિંહ રામ રહીમને ફેબ્રુઆરીમાં દિલ્હીની ચૂંટણીઓ પહેલા પણ પેરોલ આપવામાં આવ્યાં હતા. તે સમયે, રામ રહીમને 30 દિવસના પેરોલ મળ્યાં હતા. પેરોલ મળ્યા બાદ રામ રહીમ સીધો આશ્રમ ગયો હતો.
14 મી વખત જેલમાંથી બહાર આવ્યો રામ રહીમ
ડેરાની બે સાધ્વીઓના યૌન શોષણના કેસમાં તેને સજા થઇ હતી, પંચકુલાની સીબીઆઈ કોર્ટે ઓગસ્ટ 2017માં ડેરાના પ્રમુખને દોષિત ઠેરવીને તેને 10-10 વર્ષની સજા સંભળાવી હતી અને તેને 30 લાખ 20 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. પીડિતાના નિવેદનો આ કેસમાં સીબીઆઈ દ્વારા છ વર્ષ પછી રેકોર્ડ કરવામાં આવ્યાં હતા. સીબીઆઈનું કહેવું હતું કે, 1999માં યૌન શોષણ થયું હતું પરંતુ નિવેદનો 2005માં નોંધવામાં આવ્યાં હતા.