ગૃહ, સંરક્ષણ, રેલ્વે અને કૃષિ ? જાણો મોદી કેબિનેટમાં કોને મળ્યાં આ મોટા મંત્રાલયો

10:49 PM Jun 10, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ રવિવારે ફરી એકવાર ભારતના વડાપ્રધાન તરીકે ત્રીજી વખત શપથ લીધા છે. પીએમ મોદીની સાથે કુલ 72 સાંસદોએ રાષ્ટ્રપતિ ભવનમાં મંત્રી તરીકે શપથ લીધા હતા. આજે સોમવારે મોદી કેબિનેટની પ્રથમ બેઠક થઈ હતી, જેમાં તમામ સાંસદો અને નેતાઓને તેમના મંત્રાલયો જણાવી દેવામાં આવ્યાં છે. ચાલો જાણીએ કે મોદી કેબિનેટમાં કયા નેતાઓને ગૃહ, સંરક્ષણ, રેલવે અને કૃષિ જેવા મોટા મંત્રાલયો મળ્યા છે.

પીએમ મોદીના ત્રીજા કાર્યકાળમાં પાછલી સરકારના મંત્રીઓને જ મુખ્ય હોદ્દા પર રાખવામાં આવ્યાં છે. અમિત શાહને ગૃહ મંત્રાલય, નિર્મલા સીતારમણને નાણામંત્રી, રાજનાથ સિંહને સંરક્ષણ મંત્રાલય અને અશ્વિની વૈષ્ણવને રેલવે, માહિતી પ્રસારણ મંત્રાલયનો કાર્યભાર મળ્યો છે. શિવરાજ સિંહ ચૌહાણને દેશના નવા કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી અને જેપી નડ્ડાને નવા સ્વાસ્થ્ય મંત્રી અને રસાયણ અને ખાતર મંત્રી બનાવવામાં આવ્યાં છે.

નીતિન ગડકરીને માર્ગ પરિવહન મંત્રાલય, ધર્મેન્દ્ર પ્રધાન - શિક્ષણ મંત્રાલય, એસ જયશંકર - વિદેશ મંત્રાલય, ચિરાગ પાસવાન- ખેલ મંત્રાલય, હરદીપ સિંહ પુરી- પેટ્રોલિયમ, ભૂપેન્દ્ર યાદવ - પર્યાવરણ મંત્રી, રિજુજુ - સંસદીય બાબતોના મંત્રી, જ્યોતિરાદિત્ય સિંધિયા- ટેલિકોમ, મનસુખ માંડવિયા શ્રમ મંત્રાલય, સી.આર. પાટીલ જળ અને શક્તિ મંત્રાલય, ગજેન્દ્ર શેખાવતને પ્રવાસન મંત્રાલય આપવામાં આવ્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526