+

26 નિર્દોષ લોકોની હત્યાનો આ બદલો છે, ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણાને બનાવ્યાં નિશાન, જુઓ લિસ્ટ - Gujarat Post

નવી દિલ્હીઃ ભારતે ઓપરેશન સિંદૂરથી પહેલગામમાં 26 પ્રવાસીઓનાં મોતનો બદલો લીધો છે. ભારતે પીઓકે અને પાકિસ્તાનમાં 9 આતંકી ઠેકાણાંઓને ધ્વસ્ત કર્યા છે જેમાં 100થી વધુ આતંકીઓ માર્યા ગયા છે. 1.બહાવલપુરઃ આંત

નવી દિલ્હીઃ ભારતે ઓપરેશન સિંદૂરથી પહેલગામમાં 26 પ્રવાસીઓનાં મોતનો બદલો લીધો છે. ભારતે પીઓકે અને પાકિસ્તાનમાં 9 આતંકી ઠેકાણાંઓને ધ્વસ્ત કર્યા છે જેમાં 100થી વધુ આતંકીઓ માર્યા ગયા છે.

1.બહાવલપુરઃ આંતરરાષ્ટ્રીય સરહદથી આશરે 100 કિમી દૂર છે. જૈશ-એ-મોહમ્મદનું હેડ ક્વાર્ટર છે. જેને ભારતીય સેનાએ ધ્વસ્ત કર્યું છે.
2.મુરીદકેઃ આ આતંકી સ્થળ ઈન્ટરનેશનલ બોર્ડરથી 30 કિ.મી દૂર છે. લશ્કર-એ-તૈયબાની શિબિર હતી.
3. ગુલપુરઃ આ આતંકી સ્થળ એલઓસી (પૂંછ-રાજૌરી)થી 35 કિમી દૂર છે.
4. લશ્કર કેમ્પ સવાઈઃ આ આતંકી સ્થળ પીઓકે તંગધાર સેક્ટરની અંદર 30 કિમી દૂર છે.
5. બિલાલ કેમ્પઃ જૈશ એ મોહમ્મદનું લોન્ચ પેડ છે. આ સ્થળનો ઉપયોગ આતંકીઓને સરહદ પાર મોકલવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો.
6. કોટલીઃ એલઓસીથી 15 કિમી દૂર લશ્કરની શિબિ છે. અહીંયા 50થી વધુ આતંકીઓની ક્ષમતાવાળું ઠેકાણું હતું.
7. બરનાલા કેમ્પઃ આ આતંકી સ્થળ એલઓસીથી 10 કિમી દૂર હતું.
8. સરજાલ કેમ્પઃ સાંબા કઠુઆ સામે ઈન્ટરનેશ બોર્ડરથી 8 કિમી દૂર સ્થિત જૈશનું ટ્રેનિંગ સેન્ટર હતું.
9. મેહમૂના કેમ્પઃ સિયાલકોટ નજીક આવેલું આ સ્થળ હિઝબુલ મુઝાહિદ્દીનનું ટ્રેનિંગ સેન્ટર હતું અને ઈન્ટરનેશનલ બોર્ડરથી 15 કિમીના અંતરે હતું.

સરજાલ, કોટલીમાં મરકઝ અબ્બાસ અને મુઝફ્ફરાબાદમાં સૈયદના બિલાલ કેમ્પનો સમાવેશ થાય છે. આ બધા જૈશ-એ-મોહમ્મદના કેમ્પ હતા. મુર્દીકેમાં મરકઝ તૈયબા, બરનાલામાં મરકઝ અહલે હદીસ અને મુઝફ્ફરાબાદમાં શવવાઈ નાલા કેમ્પનો નાશ કરવામાં આવ્યો હતો. આ બધા પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબાના કેમ્પ હતા. કોટલીમાં મક્કા રાહિલ શાહિદ અને સિયાલકોટમાં મહમૂના ઝોયાને તોડી પાડવામાં આવ્યાં. આ બધા પ્રતિબંધિત હિઝબુલ મુજાહિદ્દીનના કેમ્પ અને તાલીમ કેન્દ્રો હતા.

 

facebook twitter