+

Breaking News: આવતીકાલે ધોરણ 10નું પરિણામ થશે જાહેર, આવી રીતે ચેક કરી શકશો રિઝલ્ટ

ગાંધીનગરઃ આવતીકાલે ગુરુવારે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોળે ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ સવારે 8 વાગ્યે જાહેર કરાશે. વિદ્યાર્થીઓ ગુજરા

ગાંધીનગરઃ આવતીકાલે ગુરુવારે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોળે ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ સવારે 8 વાગ્યે જાહેર કરાશે. વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ નંબર પરથી પરિણામ જાણી શકશે. ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી હતી.

ધોરણ- 10નું પરિણામ મેળવવા વિદ્યાર્થીઓ gseb.org વેબસાઈટ પર પોતાનો સીટ નંબર એન્ટર કરવાનો રહેશે. વોટસએપના નંબર 6357300971 પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પણ પરિણામ જાણી શકાશે.

GSEB ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાઓ.
- ગુજરાત SSC રીઝલ્ટ લિંક પર ક્લિક કરો
- રીઝલ્ટ લિંકમાં રોલ નંબર એન્ટર કરો
- GSEB માર્કશીટ જોવા મળશે
- માર્કશીટ ડાઉનલોડ કરો

facebook twitter