+

ગુજરાતમાંથી અમેરિકન સ્ટાઈલમાં બાંગ્લાદેશીઓને ઘરભેગા કરવામાં આવ્યાં- Gujarat Post

પહેલગામ હુમલા બાદ અમદાવાદ સહિત રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ઝડપવા કાર્યવાહી કરવામાં આવી અમદાવાદમાં ચંડોળા તળાવ ડિમોલિશનમાં 150થી વધુ બાંગ્લાદેશીઓ ઝડપાયા અગરતલામાં એરક્રાફ્ટ ઉતારી વા

  • પહેલગામ હુમલા બાદ અમદાવાદ સહિત રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ઝડપવા કાર્યવાહી કરવામાં આવી
  • અમદાવાદમાં ચંડોળા તળાવ ડિમોલિશનમાં 150થી વધુ બાંગ્લાદેશીઓ ઝડપાયા
  • અગરતલામાં એરક્રાફ્ટ ઉતારી વાહનોમાં બાંગ્લાદેશ છોડી મૂકવામાં આવ્યાં

અમદાવાદઃ પહેલગામ હુમલા પછી 27 એપ્રિલે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને પકડવા માટે એક સાથે અમદાવાદ, સુરતમાં ઓપરેશન પાર પાડવાામાં આવ્યું હતુ. અમદાવાદમાંથી 800 જયારે સુરતમાંથી 134 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યાં હતા. પકડાયેલા તમામના દસ્તાવેજો તપાસવામાં આવ્યાં હતા અને તેમની પાસે મળેલા દસ્તાવેજોના આધારે તેઓ ગેરકાયદેસર રહે છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી.

સુરતમાં 134 માંથી 90 વ્યકિતઓ ગેરકાયદેસર હોવાનું તપાસમાં ખૂલ્યુ હતુ. અમદાવાદમાં પણ 200 થી વધુ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રહેતા હોવાનું બહાર આવ્યું હતુ. આ પછી બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ગુપ્તરીતે એરક્રાફટથી અલગ અલગ રીતે 300 થી વધુ બાંગ્લાદેશીઓને ત્યાં છોડી દેવાયા છે. અગરતલા ખાતે ખાનગી એરક્રાફટને ઉતારી ત્યાંથી ખાનગી ગાડીઓ મંગાવી તેમાં બાંગ્લાદેશીઓને છોડી દેવાયા હોવાનું જાણવા મળ્યું છે.

તમામ ગેરકાયદે ઘૂસણખોરોને વડોદરા એરફોર્સ સ્ટેશન ખાતેથી ડિફેન્સના એરક્રાફ્ટથી ડિપોર્ટ કરવામાં આવ્યાં હતા. અમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાંથી બાંગ્લાદેશીઓને બસ ભરીને એસ્કોટિંગ સાથે વડોદરા લઇ જવાયા હતા અને ત્યાંથી હવાઇ માર્ગે ડિપોર્ટ કરાયા હતા. ગેરકાયદે બાંગ્લાદેશીઓને પોતાના વતન પાછા મોકલવાની કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા દેશ બહાર પાર પાડવામાં આવેલું પ્રથમ ઓપરેશન છે. આખું ઓપરેશન ગુપ્ત રીતે રાજય સરકારની સીધી સૂચનાથી એક ઓફિસરની દેખરેખમાં પાર પાડવામાં આવ્યું હતું.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter