નવી દિલ્હીઃ ભારતીય સેનાએ શૌર્ય દેખાડીને આતંકવાદીઓના અડ્ડાઓ ધ્વસ કરી નાખ્યાં છે, આ ઓપરેશનમાં 100 આતંકવાદીઓ માર્યા ગયા હોવાનો અંદાજ છે, ભારતીય સેનાએ મરકઝે તૈયબા પર પણ હુમલો કર્યો હતો. મુરિદકેમાં મરકઝે તૈયબા કેમ્પમાં કસાબ અને ડેવિડ હેડલી જેવા આતંકવાદીઓએ ટ્રેનિંગ લીધી હતી અને બાદમાં મુંબઇ પર હુમલો કર્યો હતો.
26-11 ના આતંકીઓએ આ જગ્યાએ આતંકવાદની ટ્રેનિંગ લીધી હતી અને મુંબઇ પર મોટો હુમલો કર્યો હતો. ભારતીય સેનાએ લશ્કર-એ-તૈયબાના આ ઠેકાણાં પર જોરદાર મિસાઇલ હુમલો કર્યો હતો.
પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર નામથી પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. 25 મીનિટના ઓપરેશનમાં 24 મિસાઇલો છોડીને આતંકીઓના અડ્ડાઓનો સફાયો કરી નાખ્યો હતો.

#WATCH | Visuals from Muridke, Pakistan show the terror hotbed in rubble following Indian missile strikes.
— ANI (@ANI) May 8, 2025
(Source: Reuters) pic.twitter.com/ajKwMRLzrR
