વિદેશ સચિવ વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરૈશી, વિંગ કમાન્ડર વ્યોમિકાની પ્રેસ કોન્ફરન્સ
અમૃતસર, પઠાણકોટને પાકિસ્તાને નિશાન બનાવ્યાં
પાકિસ્તાન આતંકવાદની ફેક્ટરીઃ ભારતીય વિદેશ મંત્રાલયનું નિવેદન
નવી દિલ્હીઃ ભારતીય સેનાએ પાકિસ્તાન પર હુમલો કરી દીધો છે અને 9 જેટલી જગ્યાએ મોટો હુમલો કર્યો છે, વિદેશ મંત્રાલયે આ માહિતી આપી છે અને લાહોરમાં પાકિસ્તાની સેનાની રડાર સિસ્ટમ નષ્ટ કરી નાખી છે.
પાકિસ્તાની સેના આંતકીઓના જનાજામાં સામેલ થાય છેઃ ભારતીય વિદેશ મંત્રાલય
કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને ત્રણ શીખ લોકોની હત્યા કરી, ગુરુદ્વારામાં કર્યો હતો હુમલો
વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે પાકિસ્તાને ભારતમાં 15 જેટલી જગ્યાઓ પર ડ્રોન અને મિસાઇલથી હુમલા કર્યાં હતા, જેનો જવાબ આપવામાં આવ્યો છે, જુદી જુદી જગ્યાએ 16 ભારતીય નાગરિકોના મોત થયા છે, જો કે ભારતીય સેનાએ મોટા તમામ હુમલા નિષ્ફળ બનાવ્યાં છે, એલઓસી પર પાકિસ્તાન સતત ફાયરિંગ કરી રહ્યું છે, જેની સામે ભારતીય સેના એલર્ટ પર છે.
ભારતે આ બધી જાણ વિશ્વને કરી છે અને કહ્યું છે કે અમે પહેલગામ હુમલાના આતંકવાદી સામે આ કાર્યવાહી કરી રહ્યાં છીએ, અમે પાકિસ્તાન સેનાના કોઇ ઠેકાણાંઓ પર હુમલો કર્યો નથી.
