ઇસ્લામાબાદઃ બલૂચ બળવાખોરોએ ફરી એક વખત પાકિસ્તાની સેના પર હુમલો કર્યો છે. છેલ્લા 24 કલાકમાં બલૂચો દ્વારા પાકિસ્તાન સેના પર આ બીજો મોટો હુમલો છે, જેમાં 12 સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ હુમલો બોલાનના મચ્છકુંડમાં કરવામાં આવ્યો હતો, બલૂચ લિબરેશન આર્મીના સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્ક્વોડએ પાકિસ્તાની આર્મીના વાહનને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. પાકિસ્તાની સેનાના વાહનને રિમોટનો ઉપયોગ કરીને ઉડાવી દેવામાં આવ્યું છે.
આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો હતો, જ્યારે પાકિસ્તાની સેના લશ્કરી કાર્યવાહીની તૈયારી કરી રહી હતી. આ હુમલામાં 12 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો છે.
આ પહેલા પણ BLA એ પાકિસ્તાની સેના પર હુમલો કર્યો હતો, જેમાં ઘણા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. આ હુમલો કેચ જિલ્લાના કિલાગ વિસ્તારમાં થયો હતો, જ્યાં પાકિસ્તાની સેનાની એક ટીમને નિશાન બનાવવામાં આવી હતી.
બલુચિસ્તાન અંગે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ કહ્યું કે બલુચિસ્તાન એક જંગલી ઘોડા જેવું છે, જેના પર હવે પાકિસ્તાનનો કોઈ નિયંત્રણ નથી અને તે રાત્રે વધુ જંગલી બની જાય છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/