+

વડાપ્રધાન મોદીએ કહ્યું દેશ માટે ગર્વની ક્ષણ, તો સામે પાકિસ્તાનના વડાપ્રધાને પાક. સેનાને હુમલો કરવાની આપી દીધી છૂટ

નવી દિલ્હીઃ પીઓકેમાં આતંકીઓના અડ્ડાઓનો સફાયો કરી નાખવામાં આવ્યો છે, આ મામલે પહેલી જ વખત પીએમ નરેન્દ્ર મોદીએ સેનાને અભિનંદન આપ્યાં છે, કેબિનેટની બેઠકમાં તેમને કહ્યું કે આ દેશ માટે ગર્વની ક્ષણ છે, સાથે

નવી દિલ્હીઃ પીઓકેમાં આતંકીઓના અડ્ડાઓનો સફાયો કરી નાખવામાં આવ્યો છે, આ મામલે પહેલી જ વખત પીએમ નરેન્દ્ર મોદીએ સેનાને અભિનંદન આપ્યાં છે, કેબિનેટની બેઠકમાં તેમને કહ્યું કે આ દેશ માટે ગર્વની ક્ષણ છે, સાથે જ તેઓએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને મળીને હુમલા અંગે માહિતી આપી હતી.

બીજી તરફ પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે સેનાને છૂટ આપીને કહ્યું છે કે અમે પણ ભારતને જવાબ આપીશું. વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી, જ્યાં તેમણે ભારતના હુમલાને યુદ્ધનું એક ઉશ્કેરણીજનક, કાયર અને ગેરકાયદેસર કૃત્ય ગણાવ્યું હતું. બેઠકમાં કહેવામાં આવ્યું કે, પાકિસ્તાન તેના પ્રદેશ પર આતંકવાદી ઠેકાણાઓની હાજરીનો દાવો કરતા ભારતીય આરોપોને નકારે છે. પરંતુ ભારતે હવે જે કર્યું છે તે યોગ્ય નથી, અમે પણ જવાબ આપવા તૈયાર છીએ.

facebook twitter