પીએમ મોદીએ આખા ઓપરેશન પર રાખી હતી નજર
મોનિટરિંગ કરી રહ્યાં હતા મોદી, અજીત દોભાલ પણ સાથે જ હતા
અમારા ભાઇઓની હત્યાનો આ બદલો છેઃ અમિત શાહ
આપણી સેના પર ગર્વ છેઃ અમિત શાહ
નવી દિલ્હીઃ પાકિસ્તાનની સરકારની ઉંઘ ઉડાવી દેનારા ઓપરેશન સિંદુરને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે, પીઓકેમાં કરાયેલા ઓપરેશન સિંદૂરનું નામ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું હતુ, ત્યાર બાદ તેમનું આ સૂચન ભારતીય સેનાએ માન્યા રાખ્યું હતુ.
પહેલગામમાં આતંકીઓએ 26 નિર્દોષ નાગરિકોની હત્યા કરી હતી, જેમાં એવું પણ કપલ હતુ કે તેમના લગ્નને માત્ર 6 દિવસ થયા હતા અને પતિની આતંકીઓએ હત્યા કરી નાખી હતી, એક યુવતીનું 6 દિવસમાં સિંદૂર ભૂસાઇ ગયું હતુ, જેનો બદલો હવે સેનાએ લઇ લીધો છે અને આ પરિવારોએ પણ તેમના મૃતક સ્વજનોની સાચી શ્રદ્ધાંજલી ગણાવી છે.
સેનાએ પીઓકેમાં 9 ઠેકાણાંઓ પર મિસાઇલથી હુમલો કરીને અંદાજે 100 આતંકવાદીઓનો ખાત્મો કરી નાખ્યો છે. પાકિસ્તાન હચમચી ગયું છે અને સરહદી વિસ્તારોમાં ફાયરિંગ શરુ કર્યું છે, જેમાં આપણા ત્રણ લોકો માર્યા ગયા છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના એક પ્લેનને પણ તોડી પાડ્યું છે.
