+

રાજ્યસભામાં અભિષેક મનુ સિંઘવીની બેઠક પરથી ચલણી નોટોનાં બંડલ મળ્યાં, કોંગ્રેસે કહ્યું અદાણી મામલે ધ્યાન ભટકાવવા સરકારે કર્યું ષડયંત્ર

નવી દિલ્હીઃ રાજ્યસભામાં સુરક્ષાકર્મીઓની તપાસ દરમિયાન કોંગ્રેસના સાંસદની સીટ પરથી ચલણી નોટોના બંડલ મળવાથી હોબાળો થયો છે. ગઈકાલે તપાસ દરમિયાન સીટ નંબર 222 પર નોટોના બંડલ મળી આવ્યાં હતા. આ ઘટનાને લઈને રા

નવી દિલ્હીઃ રાજ્યસભામાં સુરક્ષાકર્મીઓની તપાસ દરમિયાન કોંગ્રેસના સાંસદની સીટ પરથી ચલણી નોટોના બંડલ મળવાથી હોબાળો થયો છે. ગઈકાલે તપાસ દરમિયાન સીટ નંબર 222 પર નોટોના બંડલ મળી આવ્યાં હતા. આ ઘટનાને લઈને રાજ્યસભામાં હોબાળો થયો હતો, જે સીટ નંબર 222 પરથથી રોકડ મળી આવી છે તે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરેએ કહ્યું કે આ સમગ્ર મામલાની તપાસ નિયમો અનુસાર કરવામાં આવશે. જો કે અભિષેક મનુ સિંઘવીએ કહ્યું છે કે તેમને ખબર નથી કે મામલો શું છે. હું તો માત્ર 500 રૂપિયા લઈને સંસદમાં ગયો હતો.

અધ્યક્ષે ગૃહને જાણ કરી

ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું કે હું સભ્યોને જાણ કરું છું કે ગઈકાલે ગૃહ સ્થગિત કર્યા પછી નિયમિત તપાસ દરમિયાન સુરક્ષા અધિકારીઓએ સીટ નંબર 222 પરથી ચલણી નોટોનું બંડલ જપ્ત કર્યું હતું. જે હાલમાં તેલંગાણા રાજ્યમાંથી ચૂંટાયેલા અભિષેક મનુ સિંઘવીને ફાળવવામાં આવી છે. આ બાબત મારા ધ્યાન પર લાવવામાં આવી હતી અને મેં ખાતરી કરી હતી કે તપાસ શરૂ થઈ છે.

સિંઘવીએ સ્પષ્ટતા કરી હતી

અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે હું જ્યારે પણ રાજ્યસભામાં જાઉં છું ત્યારે માત્ર 500 રૂપિયાની નોટ લઈ જઉં છું. મેં તેના વિશે પહેલીવાર સાંભળ્યું. હું 12:57 વાગ્યે ગૃહમાં પહોંચ્યો અને ગૃહ 1 વાગ્યે સંસદમાંથી ઉભો થયો, પછી હું 1:30 સુધી કેન્ટીનમાં બેઠો અને પછી સંસદમાંથી બહાર નીકળી ગયો  હતો.

ખડગેએ નામ લેવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો

આ પહેલા જગદીપ ધનખરે આ મામલે ગૃહને જાણ કરતા જ ગૃહમાં હોબાળો શરૂ થઈ ગયો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે જ્યાં સુધી મામલાની તપાસ ચાલુ ન થાય અને બધું સ્પષ્ટ ન થાય ત્યાં સુધી તમે તેમનું નામ ન લો. ખડગેના આ નિવેદન બાદ સત્તાધારી પાર્ટીના સાંસદોએ હંગામો શરૂ કર્યો હતો.

ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને ગંભીર મુદ્દો છે. આ ગૃહની ગરિમા પર હુમલો છે. મને આશા હતી કે વિરોધ પક્ષના નેતાઓ પણ વિગતવાર તપાસની માંગ કરશે. વિપક્ષે હંમેશા સ્વસ્થ મન અને સ્વસ્થ ભાવના સાથે આગળ આવવું જોઈએ. બંને પક્ષોએ આની નિંદા કરવી જોઈએ.

કોંગ્રેસના નેતાઓએ તપાસની માંગ કરી હતી

કોંગ્રેસના નેતાઓ રાજ્યસભાના અધ્યક્ષને મળ્યાં હતા અને રાજ્યસભાની સીટ નંબર 222 પર નોટોનું બંડલ મળી આવવા મુદ્દે સંપૂર્ણ તપાસની માંગ કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે એનઆઈએ અથવા જેપીસી જે પણ સરકાર યોગ્ય સમજે, તેણે આ મામલાની તપાસ કરવી જોઈએ. અદાણીના મુદ્દા પરથી ધ્યાન હટાવવાની આ મોદી સરકારનું એક ષડયંત્ર છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter