અમૃતસરઃ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યાં બાદ ગેરકાયદેસર રહેતા લોકોને પકડીને તેમને પોતાના દેશમાં મોકલવાનું શરૂ કરી દેવાયું છે, હવે 104 ભારતીયો સાથેનું પ્લેન અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યું છે, જેમાં 13 બાળકો પણ છે.
યુએસ એરફોર્સનું સી-17 ગ્લોબમાસ્ટર વિમાન ટેક્સાસ પાસેના મિલિટરી બેઝ પરથી ભારત આવ્યું છે અને 104 લોકોને પાછા મોકલાયા છે, તેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા હતા, પાછા આવેલા લોકોમાંથી 33 લોકો ગુજરાતના મહેસાણા, ગાંધીનગર, ખેડાના રહેવાસી છે. જેઓ અગાઉ લાખો રૂપિયા એજન્ટોને આપીને ગેરકાયદેસર રીતે અમેરિકા પહોચ્યાં હતા.
પરત આવેલા લોકોમાં ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણાના પણ લોકો છે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા અંદાજે 18000 લોકો છે અને તેમને ભારત પરત મોકલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે લાખો રૂપિયા એજન્ટોને આપીને અમેરિકા ગયેલા લોકોની મુશ્કેલીઓ વધી ગઇ છે.
અમેરિકાથી પરત આવેલા 33 ગુજરાતીઓનાં નામો
1- જયવિરસિંહ વિહોલ, ખનુસા, તાલુકો, વિજાપર
2- હિરલબેન વિહોલ, વડસ્મા, મહેસાણા
3- રાજપૂત સતવંતસિંહ વાલાજી, ગણેશપુરા, તા-સિદ્ધપુર
4- દરજી કેતુલ હસમુખભાઇ, મહેસાણા
5- પ્રજાપતિ પ્રક્ષા જગદીશભાઇ, ગાંધીનગર
6- ચૌધરી જિગ્નેશકુમાર બલદેવભાઇ, ગાંધીનગર
7- ચૌધરી રૂચી ભરતભાઇ, ઇન્દરપુરા, ગાંધીનગર
8- પ્રજાપતિ પિન્ટુ અમૃતલાલ, થલતેજ, અમદાવાદ
9- પટેલ ખુશ્બૂ જયંતીભાઇ, લુના, વડોદરા
10- પટેલ સ્મિત કિરિટકુમાર, માણસા,
11- ગોસ્વામી શિવાની પ્રક્ષાગીરી, પેટલાદ, આણંદ
12- ગોહિલ જીવનજી કચરાજી, બોરૂ, ગાંધીનગર
13- પટેલ નીકિતા કનુભાઇ, ચંદ્રનગર, મહેસાણા
14- પટેલ એશા ધીરજકુમાર, અંકલેશ્વર
15- રામી જયેશભાઇ રમેશભાઇ, વિરમગામ
16- રામી બીનાબેન જયેશભાઇ, બનાસકાંઠા
17- પટેલ એન્નીબેન કેતુલકુમાર, પાટણ
18- પટેલ મંત્રા કેતુલભાઇ, પાટણ
19- પટેલ કેતુલકુમાર બાબુલાલ, માનુદ
20- પટેલ કિરનબેન કેતુલકુમાર, વાલમ, મહેસાણા
21- પટેલ માયરા નીકેતકુમાર, કલોલ
22- પટેલ રિશિતા નિકેતકુમાર, નારદીપુર
23- ગોહિલ કરનસિંહ નેતુજી, બોરૂ
24- ગોહિલ મિતલબેન કરનસિંહ, કલોલ
25- ગોહિલ હેવનસિંહ કરનસિંહ, મહેસાણા
26- ગોસ્વામી, ધ્રુવગીરી હાર્દિકગીરી, માણસા
27- ગોસ્વામી હેમલ હાર્દિકગીરી, ગોઝારીયા
28- ગોસ્વામી હાર્દિકગીરી મુકેશગીરી, ડાભલા
29- ગોસ્વામી હેમાનીબેન હાર્દિકગીરી, માણસા
30- ઝાલા એન્જલ જિગ્નેશકુમાર, માણસા
31- ઝાલા અરૂણબેન જિગ્નેશકુમાર, મેરૂ, મહેસાણા
32- ઝાલા માહી જિગ્નેશકુમાર, માણસા
33- ઝાલા જિગ્નેશકુમાર પરબતજી, માણસા
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/