+

ભાજપ બહુમતિથી દૂર, નીતિશ અને ચંદ્રબાબુ નાયડુ બન્યાં કિંગમેકર, આવતીકાલે NDAની બેઠક

નવી દિલ્હીઃ ઇન્ડિયા ગઠબંધને જોરદાર રીતે ભાજપની ઉંઘ ઉડાવી દીધી છે, એનડીએને બહુમતી મળી રહી છે, પરંતુ ભાજપ 272 ના આંકડા સુધી પહોંચવામાં નિષ્ફળ દેખાઇ રહી છે, હવે નીતિશ કુમાર(જેડીયુ) અને ચંદ્રબાબુ નાયડુ (ટ

નવી દિલ્હીઃ ઇન્ડિયા ગઠબંધને જોરદાર રીતે ભાજપની ઉંઘ ઉડાવી દીધી છે, એનડીએને બહુમતી મળી રહી છે, પરંતુ ભાજપ 272 ના આંકડા સુધી પહોંચવામાં નિષ્ફળ દેખાઇ રહી છે, હવે નીતિશ કુમાર(જેડીયુ) અને ચંદ્રબાબુ નાયડુ (ટીડીપી) કિંગ મેકર બની ગયા છે, એનડીએની જીત થઇ છે પરંતુ આ બંને નેતાઓ પર મોદીએ અને ભાજપે નિર્ભર રહેવું પડશે.

ઉત્તર પ્રદેશમાં સપાના અખિલેશ યાદવે બાજી મારી છે અહીં ભાજપની 80 બેઠકો જીતવાની વાતો માત્ર ગપ્પા સાબિત થઇ છે, ભાજપને અહીં 45 ટકા બેઠકો માંડ મળી રહી છે, બીજું મહારાષ્ટ્ર અને બિહારમાં પણ ભાજપને નુકસાની થઇ છે, આ બધાની વચ્ચે હવે અમિત શાહે બિહારમાં જીતનરામ માંઝીને ફોન કરીને બેઠકમાં ભાગ લેવા વિનંતી કરી છે. ભાજપે હવે નાના નાના પક્ષોને સાથે રાખવા પડે તેવી સ્થિતી ઉભી થઇ છે.

યુપીમાં અખિલેશ યાદવ અને પશ્વિમ બંગાળમાં મમતાની ટીએમસીએ જોરદાર પ્રદર્શન કરીને ભાજપની ઉંઘ ઉડાવી દીધી છે, અન્ય વિપક્ષો પણ ભાજપની સામે સારું પ્રદર્શન કરી રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter