મેક્સિકોઃ સિનાલોઆમાં મુસાફરોથી ભરેલી બસ ટ્રક સાથે અથડાઈ, 19 લોકોનાં મોત

11:00 AM Jan 31, 2024 | gujaratpost

સિનાલોઆ: મેક્સિકોના ઉત્તર-પશ્ચિમ સિનાલોઆમાં એક મોટો અકસ્માત થયો છે. ટ્રક અને મુસાફરોથી ભરેલી બસ વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી, જેમાં 19 લોકોનાં મોત થયા છે અને 18 લોકો ઘાયલ થયા છે. 

શું છે સમગ્ર મામલો ?

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર અકસ્માત દરિયા કિનારાના ધોરીમાર્ગ પર થયો હતો. જે બીચ-ફ્રન્ટ શહેરો માઝાટલાન અને લોસ મોચીસને જોડે છે. ટ્રક સાથે અથડાયેલી બસમાં 37થી વધુ મુસાફરો સવાર હતા. રાજ્ય નાગરિક સંરક્ષણ કાર્યાલયના નિર્દેશક રોયે જણાવ્યું કે આ દુર્ઘટના મઝાતલાન બંદર શહેર નજીક ઇલોટા ટાઉનશિપમાં થઈ હતી. બસમાં 37 લોકો સવાર હતા અને આ ભયાનક અકસ્માત થયો હતો.

અકસ્માતને પગલે હાઇવે પરનો વાહનવ્યવહાર થંભી ગયો હતો. બંન્ને વાહનો વચ્ચે ભારે ટક્કર થતા આગ લાગી હતી, ચારે બાજુ અફરાતફરીનો માહોલ હતો. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયર બિગ્રેડનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને આગને કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતાને કારણે સુરક્ષાને લઇને હાઇવે બંધ કરવો પડ્યો હતો. પોલીસે મૃતકોના પરિવારજનોને અકસ્માતની જાણકારી આપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post