+

ભારતનો વિરોધ મોંઘો પડી શકે છે માલદીવના રાષ્ટ્રપતિ મોઈઝુને, વિપક્ષે કરી હટાવવાની તૈયારીઓ

માલદીવઃ ભારત વિરોધી નિવેદનો કરી રહેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈઝુની ખુરશી ખતરામાં દેખાઇ રહી છે. તેમની સામે વિપક્ષો એક થઇ રહ્યાં છે.જ્યારથી માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈઝુ રાષ્ટ્રપતિ બન્યાં છે

માલદીવઃ ભારત વિરોધી નિવેદનો કરી રહેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈઝુની ખુરશી ખતરામાં દેખાઇ રહી છે. તેમની સામે વિપક્ષો એક થઇ રહ્યાં છે.જ્યારથી માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈઝુ રાષ્ટ્રપતિ બન્યાં છે ત્યારથી તેઓ ભારત વિરોધી પગલાં લઈ રહ્યા છે. ચૂંટાયા પછી માલદીવના કોઈપણ રાષ્ટ્રપતિની પ્રથમ સત્તાવાર મુલાકાત ભારતની હોય છે, પરંતુ મોઇઝુએ આ પરંપરા તોડીને પ્રથમ ચીનની સત્તાવાર મુલાકાતે ગયા હતા.હવે ભારત સાથે સંબંધો બગડતા તેઓ તેમના જ દેશમાં ઘેરાયા છે. વિપક્ષ તેમની સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવા પર વિચાર કરી રહ્યું છે.

ટૂંક સમયમાં સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે

માલદીવમાં સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈઝુ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ દાખલ કરવાની તૈયારી કરી રહી છે. સ્થાનિક મીડિયા સાથે ચર્ચા કરતી વખતે MDP સાંસદે કહ્યું, અમે અને ડેમોક્રેટ્સે સાથે મળીને મહાભિયોગ પ્રસ્તાવ પર નિશ્ચિત સંખ્યામાં હસ્તાક્ષર કર્યાં છે. તેને ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરવામાં આવશે.

સાંસદોને લાત અને મુક્કા માર્યાં, અરાજકતા ફેલાઈ ગઈ

જ્યારે માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી એમડીપીએ સોમવારે 28 જાન્યુઆરીએ કેબિનેટ પર મતદાન કરતા પહેલા રાષ્ટ્રપતિ મોઇઝુના કેબિનેટના ચાર સભ્યોની સંસદીય મંજૂરીને રોકવાનો નિર્ણય લીધો હતો. આ અંગે વિવાદ થયો હતો. આ પછી વિપક્ષના સાંસદોએ મોઇઝુની પાર્ટીના સાંસદોને લાત અને મુક્કા માર્યાં હતા. જેના કારણે ગૃહની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી.મુખ્ય સત્ર દરમિયાન વિપક્ષી પાર્ટીના સાંસદો વચ્ચે ઘર્ષણના કારણે સંસદમાં હંગામો થયો હતો.

અગાઉ મોઇઝુની પાર્ટીના મંત્રીઓએ પીએમ મોદી માટે વિવાદીત શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને મોઇઝુએ પણ ચીનની મુલાકાત બાદ તરત જ ભારત વિરોધી નિવેદનો કર્યાં હતા.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter