મધ્યપ્રદેશઃ લોકસભાની ચૂંટણી વચ્ચે દેશના અનેક રાજ્યોમાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે અને કરોડો રૂપિયાનું કાળુ નાણું જપ્ત કરાઇ રહ્યું છે. ભોપાલમાં એક વેપારીના ઘરેથી નોટોનો પહાડ મળી આવ્યો છે, આટલી મોટી રોકડ જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
મધ્યપ્રદેશમાં લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાને લઈને પોલીસ સક્રિય છે, આ દરમિયાન ભોપાલમાં પોલીસે એક વેપારીના ઘરેથી મોટી રકમ જપ્ત કરી લીધી છે.
અશોકા ગાર્ડમાં પંતનગર કોલોનીમાં કૈલાશ ખત્રી નામના વ્યક્તિના ઘરેથી ચલણી નોટોના અનેક બંડલ પોલીસે જપ્ત કર્યાં છે. પોલીસે મોડી રાત્રે લાખો રૂપિયા જપ્ત કર્યાં છે.
લોકસભા ચૂંટણીને કારણે મધ્યપ્રદેશમાં વિવિધ સ્થળોએ રોકડને લઈને પોલીસ દરોડા પાડી રહી છે. આ દરોડા દરમિયાન ભોપાલના અશોકા ગાર્ડનમાં મોટી માત્રામાં રોકડ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે આ રકમને લઇને વેપારીની પૂછપરછ શરૂ કરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526