+

જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોનાં મોત

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યાં છે. જમ્મુથી શ્રીનગર જઈ રહેલી પેસેન્જર કેબને રામબન વિસ્તારમાં અકસ્માત નડ્યો હતો. જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર રામબન વિસ્તારમાં બેટરી ચશ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યાં છે. જમ્મુથી શ્રીનગર જઈ રહેલી પેસેન્જર કેબને રામબન વિસ્તારમાં અકસ્માત નડ્યો હતો. જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર રામબન વિસ્તારમાં બેટરી ચશ્મા પાસે કેબ ઊંડી ખાઈમાં પડી હતી. પોલીસ, એસડીઆરએફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પરંતુ વિસ્તારમાં ઊંડો ખાડો, અંધકાર અને વરસાદને કારણે બચાવ કામગીરી શરૂ કરવામાં મુશ્કેલી પડી હતી.

10 લોકોનાં મોત

રામબન વિસ્તારમાં થયેલા અકસ્માતમાં કેબમાં મુસાફરી કરી રહેલા ઘણા મુસાફરોનાં મોતની આશંકા છે. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રામબન જિલ્લાના બેટરી ચશ્મા વિસ્તારમાં દુર્ઘટના સ્થળેથી 10 મૃતદેહ મળી આવ્યાં છે.

કેવી રીતે થયો અકસ્માત ?

અધિકારીઓએ જણાવ્યું કે મુસાફરોથી ભરેલું વાહન શ્રીનગરથી જમ્મુ જઈ રહ્યું હતું અને સવારે લગભગ 1.15 વાગ્યે જિલ્લાના બેટરી ચશ્મા વિસ્તારમાં 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. ભારે વરસાદ વચ્ચે 10 મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે. પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ના જવાનો ઘટનાસ્થળે છે અને બચાવ કામગીરી ચાલુ છે.

બે મૃતકોની ઓળખ થઈ

અધિકારીઓએ જણાવ્યું છે કે આ અકસ્માતમાં મૃતકોમાં જમ્મુના કાર ચાલક બલવાન સિંહ અને બિહારના પશ્ચિમ ચંપારણના વિપિન મુખિયા ભૈરગંગનો સમાવેશ થાય છે. રાહત અને બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. વરસાદ અને અંધકારને કારણે બચાવ કામગીરી હજુ પણ દુર્ઘટનાગ્રસ્ત વાહન અને તેમાં સવાર લોકોને શોધી શકી નથી. શુક્રવારે સવારે બચાવ કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Trending :
facebook twitter